તાર્કિક આધાર -Rationale
- દેશમાં શેરી વિક્રેતાઓ (ફેરિયાઓ) અસંગઠિત ક્ષેત્રનો ખુબજ મહત્વનો હિસ્સો છે. એક અંદાજ પ્રમાણે મોટા ભાગના શહેરોમાં કુલ વસ્તીમાં 2 ટકા શેરી વિક્રેતાઓ જોવા મળ્યા છે. અને તેમા પણ મહિલા વિક્રેતાઓનું પ્રમાણ મોટા ભાગના શહેરોમાં વધુ જોવા મળે છે. શેરી વિક્રેતા એ શહેરો અને ગામોમાં. ગરીબો માટે માત્ર સ્વરોજગારનું માધ્યમ ન બની રહેતા તેઓ મોટા ભાગના શહેરીજનોને વ્યાજબી અને સાનુકૂળ સેવા પુરી પાડનાર બને છે.
- શેરી વિક્રેતાઓમાં મોટા ભાગના એવા લોકો હોય છે. જેઓને ઓછા ભણતર અને ઓછા કૌશલ્યના કારણે તેમના સંલગન ક્ષેત્રમાં રોજગાર મળતો નથી. તેઓ ટાંચા સાધનો અને આર્થિક સંકડામણ છતાં પોતાની આજીવિકા માટેના પ્રયાસો કરે છે. 2000ની સાલમાં શેરી વિક્રેતાઓની આવકનો અંદાજ કાઢવા અભ્યાસ થયો બાદમાં અસંગઠીત ક્ષેત્રમાં આજીવિકા માટે કામ અને વિકાસની સ્થિતિની ભલામણ કરવામાં આવી. 2007માં નેશનલ કમિશન ફોર એન્ટરપ્રાઇઝ ઇન અનઓર્ગેનાઇઝડ સેકટર(NCEUS) સુચવે છે કે શેરી વિક્રેતાઓની કમાણી ખુબ ઓછી છે. તેઓના ધંધાઓ અને સ્થળોમાં બદલાવ આવતો રહે છે. જેમાં પટણા સિવાય મોટા ભાગના શહેરોમાં પુરુષોની સરેરાશ આવક 70 રુપિયા છે. જ્યારે મહિલાઓની આવક થોડી ઓછી છે. મહિલાઓ દરરોજના એક અંદાજ પ્રમાણે 40 રુપિયા કરતાં પણ ઓછી કમાણી કરે છે. અહેવાલ અનુસાર નાણાકિય સંકડામણ વચ્ચે વેપાર કરતાં શેરી વિક્રેતાઓનો વેપારનો સ્ત્રોત ખુબ ઓછો હોય છે. અને તેમા પણ તેઓ નાણાધિરનાર પાસેથી ઉછીના પૈસા લઇને વેપાર કરતાં હોય છે. નાણાધિરનાર પણ ઉંચુ વ્યાજે શેરી વિક્રેતાઓને પૈસા ધીરે છે. ભુવનેશ્વરમાં તો જથ્થાબંધ વેપારીઓ વ્યાજે રુપિયા આપતા પહેલા વ્યાજની રકમ પહેલાથી જ કાપીને ધીરાણ આપે છે. જેની ગણતરી કરતાં દિવસનું 110 ટકાથી વ્યાજ થવા જાય છે.
- જાહેર સત્તાધિશો શેરી ફેરિયાઓને ફૂટપાથ પરના ઉપદ્રવ અને દબાણકર્તા ગણે છે અને તેઓને મન સામાન્ય લોકોને વ્યાજબી સેવા આપનાર ફેરિયાઓની કોઇ કદર નથી. જો કે સુપ્રીમ કોર્ટે 1989ના કેસમાં કહ્યું કે "જો યોગ્ય નિયમ અને સંજોગો ઉભા કરવામાં આવે તો ફૂટપાથ પરના નાના વિક્રેતાઓને સામાન્ય પ્રજાની સુખાકારી અને સગવડને ધ્યાનમાં રાખતા વ્યસ્થાનો અસરકારક ભાગ બની શકે છે. જેનાથી રોજિંદી ચીજ વસ્તુ લોકોને દરરોજ વ્યાજબી ભાવે મળી રહે. જે વ્યક્તિ કામની વ્યસ્તતામાં બજારમાંથી વસ્તુ લાવી શકતો નથી તેવા લોકો રસ્તા પરના ફેરિયાઓ પાસેથી આસાનીથી વસ્તુ મળી શકે છે. જો કે ફૂટપાથ કે રસ્તા પર ધંધો કરવાનો હક્ક બંધારણમાં આર્ટિકલ 19(1)g અનુસાર આપવામાં આવ્યો છે પરંતુ જે ફૂટપાથ કે રસ્તા પર સતત અવરજવર રહેતી હોય તેનો અન્ય હેતુથી ઉપયોગ ન થઇ શકે". (Sodan Singh & Others versus New Delhi Municipal Council, 1989)
- પ્રાથમિક નીતિઓ અનુસાર શેરી વિક્રેતા(ફેરિયાઓ)ની ભૂમિકાને લોકોને વ્યાજબી ભાવે અને અનુકુળ સ્થળે જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા બદલ હકારાત્મક માનવામાં આવી છે. અને યોગ્ય નિયમન દ્વારા આ શેરી વેચાણને સુસંગત કરવાની જરુરિયાતને પણ માનવામાં આવી છે.પ્રતિબંધ મુક્ત વેચાણ, મર્યાદિત વેચાણ, વેચાણ પ્રતિબંધ જેવા વિવિધ ક્ષેત્રો કેટલાક ચોક્કસ નિયમોને આધારીત છે. આવા નિયમનમાં ટ્રાફિક અને રાહદારીઓ સરળતાથી અવરજવરની સાથોસાથ સ્વચ્છતાનુ પાલન થવુ જરુરી છે. સાથે જ લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવુ સ્થળ હોવુ જરુરી છે
- આ નિતિનો હેતુ ભારતના બંધારણમાં જે રીતે તમામને સમાન હક્ક અને રક્ષણ આપવાનો છે. તે જ રીતે તમામને કાયદામાં રહીને મનપસંદ રોજગાર, વ્યવસાય અને વેપાર પસંદ કરવાનો પણ અધિકારનો છે. બંધારણની કલમ 14.19(1)( g).38(2).39(b) અને 41 મુજબ રાજ્યોની પણ જવાબદારી છે કે આવકની અસમાનતા દૂર કરવા માટેના પ્રયાસોની સાથે જ એવી નીતિઓ અપનાવવી જેથી લોકોની આજીવીકા સુરક્ષિત બની શકે
- આ નિતીમાં આપણા દેશમાં તમામ નાગરિકોને મનપસંદ રોજગાર, ધંધો કે વ્યવસ્યા પસંદ કરવાનો મુળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. કોઇ વ્યક્તિ જથ્થાબંધ માર્કેટમાંથી કોઇપણ વસ્તુ ખરીદી તે જ વસ્તુને છૂટક બજારમાં વેચે છે તે તેનો અધિકાર છે. આ અધિકારમાં સામાન્ય રીતે બદલાવ આવતો નથી પરંતુ લોકહિત માટે થઇને આ અધિકારમાં બદલાવ કે નિયત્રણ આવી શકે છે. સાથે જ તમામ ફેરિયાઓને પણ વેપાર માટે કાયમી સ્થળ આપવું શકય નથી. કારણ કે મોટા ભાગના શહેરો અને ગામોમાં વેપાર ધંધાની જમીનોની અછત અને દબાણ કરાયેલુ છે. તેમ છતાં વેચાણ ક્ષેત્ર અને શેરી વિક્રેતાઓની બજાર હદ નક્કી કરવાની સાથે શેરી વિક્રેતા અને ફેરિયાઓના વેચાણનો સમય અલગ કરી ઉકેલ લાવી 있l8l리
- શેરી વિક્રેતા શહેરી લોકો માટે મુલ્યવાન સેવાઓ પુરી પાડે છે પરંતુ તેઓ માટે પોતાનું સાહસ, વેપાર માટેના મર્યાદિત સ્ત્રોત અને મજુરી સાથે મુશેકલીથી ગુજરાન ચલાવે છે. છતાં પ્રજા માટે તેઓ અનુકૂળ અસરકારક અને વ્યાબી ભાવ સાથે વસ્તુઓની વહેચણી અને સેવાની સુવિધા પુરી પાડે છે. વધુમાં તેઓ સ્થાનિક અર્થતંત્રને મજબુત કરવાની સાથે શહેરોના અર્થતંત્રને મજબુતાઇ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ નિતિ ઓળખાવે છે કે શેરી વિક્રેતાએ શહેરી લોકોને જોઇતી રોજ બરોજની જરુરિયાતની ચીજ વસ્તુઓના છુટક બજાર અને વિતરણ વ્યવસ્થાની રચનાનું અભિન્ન અંગ છે. શેરી વિક્રેતા સરકાર જે બેરોજગારી અને ગરીબી દૂર કરવા લડતી રહી છે તેમાં મદદ રુપ બને છે.રાજ્યોની પણ એ ફરજ છે કે નાના વેપારીઓની આવકનું રક્ષણ થાય અને તેઓ ઇમાનદારીથી જીવન જીવી શકે. તદનુસાર આ નીતિનો હેતુ શહેરોની વસ્તીનુ મહત્વનું વ્યાવસાયિક જૂથ તેના સમાજિક પ્રદાન માટે રાષ્ટ્રીય રાજ્ય અને સ્થાનિક સ્તરે માન્યતા શોધે છે તે પુરી થાય છે કે નહીં તેની ખાતરી આપવાનો છે. આ નિતિનો ઇરાદો શેરી વિક્રેતાઓને તેઓની પ્રવૃતિને સાનુકૂળ વાતાવરણ આપવાનો છે. જે શહેરો અને ગામોમાં ગરીબી નિવારણની પહેલના મહત્વના ભાગ તરીકે જોવામાં આવે છે.
- આ નિતિમાં કેન્દ્ર સ્થાને ટાઉન વેન્ડીંગ કમિટી (હવેથી તેનો ઉલ્લેખ TVC તરીકે થશે.) ની ભૂમિકા આવે છે જે દરેક શહેર/ગામમાં રચાયેલી છે. જેને શહેરી સ્થાનિક મંડળ દ્વારા નિમાયેલા સંયોજકો દ્વારા ચાલે છે. અને તેના પ્રમુખ સ્થાને સ્થાનિક મંડળના કમિશનર/ ચીફ એક્ઝિકયુટીવ ઓફિસર રહે છે. TVC એક સહભાગી અભિગમ અપનાવતા આયોજન અને સંસ્થા છે જે શેરી વિક્રેતાઓ માટે પ્રવૃતિ કરે છે તેના પર દેખરેખ રાખે છે અને તેના માટે બનેલી નિતિઓના અમલીકરણ માટેની સગવડ કરે છે. વધુમાં TVC સંસ્થાકિય પ્રવૃતિ દ્વારા જટીલ મુદ્દાઓના ઉકેલ માટે સ્થાનિક સત્તાધિશોના સાથ અને તેમની સુઝથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. જેમાં જરુરી તમામ સંસ્થાકિય પદ્ધિતિ TVC દ્વારા પુરી પાડવામાં આવે છે. TVC સ્થાનિક સત્તાધિશો સાથે મળીને વોર્ડ વેન્ડિંગ સમિતિની રચના કરે છે. જે કાર્યોની વહેચીને છૂટા કરે છે.
આ નીતિમાં તમામ અભિપ્રાયોને સ્વિકારવામાં આવ્યા છે એટલે જ તમામ શહેરો અને ગામોમાં શેરી વિક્રેતાઓને વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે માત્ર તેઓએ ચોક્કસ ધારાધોરણનું પાલન કરી TVCમાં નોંધણી કરાવવાનું રહે છે. એટલે જ નોંધણીમાં કોઇ ચોક્કસ સંખ્યા કે સમય મર્યાદા નક્કી કરવામાં આવ્યા નથી. માત્ર ટીવીસી પાસે નોંધણી કરી શહેરનો કોઇપણ ગરીબ વ્યક્તિ કયારેય પણ જથ્થાબદ્ધ માર્કેટમાંથી ખરીદી કરી છૂટક બજારમાં ધંધો કરી શકે છે પરંતુ તે ચોક્કસ સમયમાં જ. શેરી વિક્રેતાને પણ વેપારમાં કોઇ બંધન નથી કોઇપણ વસ્તુઓનું તેઓ વેચાણ કરી શકે છે. જો કે આ સૈદ્ધાંતિક હકને વ્યાવહારીક બનાવવા નીચેની બાબતો ખુબ જરુરી છે.
- ફેરિયા બજાર ત્યાં જ વિકાસવી જોઇએ જ્યાં શેરી વિક્રેતા અને ફેરિયાને ચોક્કસ સમયગાળામાં જ વેપાર કરવા માટેની જગ્યા અનામત ફાળવવાયેલી હોય એટલે કહી શકાય કે આવી પાંચસો જેટલી વેચાણની જગ્યાઓ પર 100 જેટલા ધંધા થઇ શકે જેમ કે વેચાણની માર્કેટમાં 500 જેટલી વેચાણની જગ્યાઓ પર ફેરિયાઓ અલગ અલગ ધંધો કરી શકે, ધારો કે 5000 હજાર ફેરિયા સમય વહેંચણીના આધારા ફાળવાતી જગ્યા માટે અરજી કરી શકે છે અને તેના માટે ગાણિતિક સરળ પદ્ધતિ છે. જે મુજબ TVC દ્વારા જે જગ્યા કામના વારા માટે ફાળવવામાં આવી તે જગ્યા પર અમુક ચોક્કસ દિવસ અને ચોક્કસ સમય માટે અલગ અલગ ફેરિયાઓને જગ્યા ફાળવી શકાય છે.
- વધુમાં ફેરિયા બજારોને પ્રોત્સાહિત કરવુ જ હોય તો સપ્તાહના અંતમાં જાહેર મેદાનો, પરેડ ગ્રાઉન્ડ અથવા તો ધાર્મિક તહેવારો માટે ફાળવાયેલ જગ્યા પર આયોજીત કરી શકાય. અને તેમાં સપ્તાહના અંતમાં આવી બજારોને વહેલા તે પહેલાના ધોરણે ચલાવવી જોઇએ જેનો આધાર વેચાણ માટેની જગ્યાઓની માગ અને સુવિધાને આધારે નક્કી કરવી. આ ન્યાયપૂર્ણ પ્રક્રિયા છતાં પણ વેચાણની જગ્યાની માગ વધી જાય તો ફેરિયાઓ વચ્ચે મહિનાના સપ્તાહના અંતના 1 કે 2 દિવસો ફાળવી નિયંત્રણ મુકવુ અને તેમાં પણ વહેલા તે પહેલાના ધોરણે નીતિ રાખી દિવસો ફાળવવા.
- નોંધણી કરાવેલ ફેરિયો વેચાણની નિયત જગ્યાએ કામના કલાકો સિવાય કોઇપણ સમયે કોઇજાતના પ્રતિબંધ વિના વેપાર કરી શકે છે. વેપાર કેન્દ્રોના વરંડા અને પાર્કિંગ વિસ્તારમાં વેપાર કરવાની છૂટ છે.જેમ કે દિલ્હીના કનોટ પ્લેસમાં ફેરીઓની બજાર મખ્ય બજારોના બંધ થયા પછી શરુ થાય છે. આવી માર્કેટ ઉદાહરણ રુપ છે કે સાંજે 7.30 થી રાત્રે 10.30 વાગ્યા સુધીની રાત્રી બજારમાં વહેલા તે પહેલાના ધોરણે ફેરિયાઓને જગ્યા ફાળવી જરૂરી નિયંત્રણો અને સવલતોને ધ્યાને રાખી અને સત્તાધિશોની જાણ સાથે આયોજન કરી શકાય.
- તે પણ ઇચ્છનીય છે કે દરેક શહેર કે ગામની બુહદ યોજનાઓમાં નવી ફેરિયા બજારો ના સ્થાન માટે ચોક્કસ તજવીજ હોવી જોઇએ અને ત્યાર બાદ જ બૂહદ યોજનાને અંતિમ મહોર લાગવી જોઇએ. શહેરની યોજનાઓમાં ફેરિયા બજાર માટે પણ સપ્રમાણમાં જગ્યા પણ અનામત રાખવી જોઇએ વધુમાં ફેરિયાઓની સંખ્યા અને (આગામી દસ કે વિસ વર્ષમાં) વિકાસની કેવી સ્થિતિ હશે અને આગામી પાંચ વર્ષમાં વિકાસનો દર વર્તમાન દર સાથે અનુરૂપ થાય તે રીતે યોજના ઘડવી જોઇએ. આ નીતિ ફેરિયાઓના હિતમાં છે પરંતુ કયારેક તે સાચવવામાં પ્રજાના હિત સાથે કલેશ ઉભો થાય છે
વ્યાખ્યા
- આ નિતિનો ઉદ્દેશ પ્રમાણે શેરી ફેરિયો એ તે વ્યક્તિ છે જે પ્રજાને શેરીમાં ચીજવસ્તુ પુરી પાડે છે તેઓ પાસે કોઇ કાયમી બંધાયેલુ માળખુ નથી. શેરી વિક્રેતા મુખ્ય ત્રણ શ્રેણીમાં આવે છે. (અ) સ્થિર (બ) ભ્રમણ કરતા (ક) હરતા ફરતા. જેમાં સ્થિર શેરી વિક્રેતા એ હોય છે જે દરરોજ નિયત સ્થળે વેપાર કરે છે. દા.ત. સ્થિર શેરી વિક્રેતા પાસે વેપાર માટેની ખાનગી. પ્રજાની કે પછી ખુલ્લી ચોક્કસ જગ્યા હોય છે અને તે તંત્રની સંમંતિ લઇને વેપાર કરે છે. ભ્રમણ કરતા ફેરિયાની વાત કરીએ તો તે ફૂટપાથ પર વેપાર કરતો હોય છે તે લારી ખભા પર થેલો લટકાવી કે ખોખાઓ ભરી ફૂટપાથ પર બેસી ધંધો કરે છે. ત્રીજી શ્રેણીમાં આવતાં હરતા ફરતા ફેરિયા વાહનો લઇ વેચાણ કરે છે તેઓ પાસે લારી. સાયકલ કે વાહન હોય છે જેમાં માલસામાન ભરી એક સ્થળેથી બીજા સ્થળે વેપાર કરે છે. ટ્રેનો અને બસોમાં પણ ફરીને વેચાણ કરે છે.
- આ નીતિમાં સ્થાનિક અને પ્રાદેશીક સ્તરે શેરી અને ફૂટપાથ વિક્રેતા જેને ફેરિયા, ફેરીવાળા. રેહરી-પતરીવાલા. ફૂટપાથ દૂકાનદાર અને પાથરણાવાળા તરીકે ઓળખવામાં આવે છે તે તમામને (અર્બન સ્ટ્રીટ વેન્ડર) શહેરી શેરી વિક્રેતામાં આવરી લેવામાં આવ્યા છે. જો કે જમીન, રેલવેની હદ, જાહેર ક્ષેત્રના સાહસો, નિગમો, મહાનગરપાલિકા અને અન્ય જ્યાં રેલવેનો હક્ક બને છે તે વિસ્તારોને આ નીતિની ક્ષેત્રમર્યાદામાંથી મુક્ત રાખવામાં આવ્યા છે.
- શબ્દ ટાઉન વેન્ડીંગ કમિટી એટલે એક એવુ મંડળ જેનું ગઠન સરકારે કરેલુ હોય છે. આ મંડળ શેરી વિક્રેતાઓની આજીવિકાનું રક્ષણ કરે છે. પરંતુ સરળ વાહનવ્યવહાર, પ્રજાના
આરોગ્ય અને સુખડ વાતાવરણ માટે થઇને જરુર પડયે યોગ્ય નિયંત્રણ પણ લાદે છે. આ જ હેતુને લઇને TVC વોર્ડ વેન્ડીંગ કમિટીની રચના જરૂર પડયે કરી શકે છે.
- સ્થાનિક સત્તા ( આ નીતિમાં મ્યુનિસિપલ સત્તા તરીકે ઓળખવામાં આવી છે) આ નીતિ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુસિપલ કાઉન્સિલ, નગર પંચાયત, કેન્ટોનમેન્ટ બોર્ડ. સીવીલ એરિયા કમિટી(નાગરિક વિસ્તાર સમિતિ) જેની રચના વિભાગ 47 હેઠળ કેન્ટોનમેન્ટ કાયદા. 2006 અથવા કાયદેસર રીતે સ્થાનિક મંડળ તરીકે કાર્ય કરતું હોય તેવુ મંડળ કોઇપણ શહેર કે ગામમાં શેરી વિક્રેતાઓને નાગરિક સેવા અને નિયમન પુરુ પાડે છે. સાથે જ "પ્લાનિંગ ઓથોરિટી" કોઇપણ શહેર કે ગામમાં જમીનના ઉપયોગનું નિયમન સ્થાનિક સ્તરે કરે છે
- શબ્દ "ન્યુટ્રલ માર્કેટ" એટલે એવુ માર્કેટ ખરીદનાર અને વેચનાર પરંપરાગત રીતે એક સાથે છે અને તે નિયત સમય કરતા વધારે સમય માટે ઉત્પાદન અને સેવાઓ સત્તામંડળ દ્વારા આકારણી આપેલ સમુદાયને આપે છે
ઉદ્દેશ
આ ઉદ્દેશ નીચેની નીતિઓ દ્વારા સિદ્ધ થઇ શકે છે જેમાં શહેરોમાં વસ્તા શેરી વિક્રેતાઓના સમુહને સાથ સહકાર અને વિકાસ માટેનું તમામ વાતાવરણ પુરુ પાડવું સાથે જ એ વાતની પણ તકેદારી રાખવી કે તેઓની પ્રવૃતિથી વધુ પડતી ભીડ અને ગંદકી ન ફેલાય
ચોક્કસ હેતુઓ:આ નીતિનો હેતુ શેરી વેપારને લઇને કાયદાકીય માળખુ અને કાયદાનો નમુનો તૈયાર કરવાનો છે જેને રાજ્યો અને સંધ પ્રદેશો પોતાની અનુકૂળતાને આધારે ફેરબદલ કરી સ્થાનિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર ઉપયોગમાં લઇ શકે. આ નીતિના ચોક્કસ હેતુઓને વિગતવાર નીચે આપેલા છે
કાનૂની સ્થિતિ: :શેરી વિક્રેતાઓને કાયદેસર બનાવવા માટે યોગ્ય કાયદાની રચના કરી શહેર કે ગામના મુખ્ય અને વિકાસના ઝોનલ, લોકલ અને લેઆઉટ પ્લાનમાં વેપારની જગ્યા ફાળવી કાયદાનું પાલન કરવા ફરજ પાડી શકાય
નાગરિક સુવિધા: યોગ્ય ઉપયોગમાં નાગરિક સુવિધા આપવા તેનુ ધ્યાન રાખવું કે વેચાણ બજાર અથવા વેચાણ વિસ્તાર શહેર/ ગામાના મુખ્ય સહિત ઝોનલ, લોકલ અને લેઆઉટ પ્લાન મુજબ છે કે નહીં
પારદર્શક નિયમન :
જાહેર સ્થળોના વપરાશ માટે સંખ્યાબંધ નિયમો લાદવાને બદલે વપરાશ માટે યોગ્ય પરવાના આપવા, નજીવી ફીના આધારે જગ્યાના વપરાશ માટે નિયમો ઘડવા. તો જ્યાં શેરી વિક્રેતાઓ દ્વારા જે જગ્યા પહેલાના ભોગવટાની હતી તેને કામચલાઉ ક્ષેત્ર બજારોમાં ફેરવી વારાફરતી ઉપયોગમા લેવડાવવી. તમામ જગ્યાની કાયમી કે કામચલાઉ ફાળવણી TVCની ભલામણના આધારે સત્તાધિશ મંડળ દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેને આધારે કરવી
વિક્રેતાઓનું સંગઠન :શેરી વિક્રેતા સંગઠન યુનિયન, મંડળ કે અન્ય તેના કોઇપણ સમુહને પ્રોત્સાહ આપવું જેના કારણે તેઓનું સામુહિક સશક્તિકરણ થાય
સહભાગીતાની પ્રક્રિયા :સહભાગી પદ્ધતિના નિર્માણ માટે પહેલા સ્થાનિક સત્તામંડળ. આયોજન મંડળ અને નીતિ બીજુ શેરી વિક્રેતા સંગઠન , ત્રીજુ રહેઠાણ કલ્યાણ સંસ્થાઓ અને ચોથી અન્ય નાગરિક સમાજ સંસ્થાઓ જેમકે એનજીઓ, વ્યાવસાયિક જૂથોના(વકીલ, ડોકરટર, બાંધકામ, નગર આયોજકો આર્કિકેટક્ટ, વગેરે) પ્રતિનીધીઓ, વેપાર અને વાણિજયના પ્રતિનીધી. સુનિશ્રત બેંક અને પ્રતિષ્ઠીત નાગરિકોના પ્રતિનીધીઓનો સમાવેશ કરવો
સ્વયં નિયમન:
સ્વયં સંચાલિત સંસ્થાગત માળખુ અને સ્વય નિયમન દ્વારા નાગરિક શિસ્તના નિયમોને પ્રોત્સાહિન આપી શકાય. જેમાં સ્વચ્છતા અને કચરાના નિકાલ સહિત ફેરિયાઓને ફાળવાયેલી જગ્યા ઉપરાંત પૂરો વેચાણ વિસ્તાર સ્વચ્છ રહે અને સ્વચ્છતાનું શેરી વિક્રેતાએ પણ નિયમન કરવું સ્વચ્છતા જેમાં કચરાના નિકાલ સહિતની બાબતો માટે સ્વયં સંચાલિત સંસ્થાગત માળખુ અને સ્વય નિયમન અસરકારક રીતે નાગરિક શિસ્તના નિયમોને પ્રોત્સાહિત કરી શકાય. આ ઉપરાંત ફેરિયાને જે જગ્યા ફાળવવામાં આવી છે તે જગ્યા ઉપરાંત પુરો વેચાણ વિસ્તારમાં સ્વચ્છતાના નિયમોનું પાલન કરવાની સામુહિક જવાબદારી બને છે
પ્રોત્સાહક પગલા :શેરી વિક્રેતાઓને ધિરાણ, કૌશલ્યના વિકાસ અને રહેઠાણની સુરક્ષા અને ક્ષમતા માટેની સેવાઓ પુરી પાડવા માટે સ્વયં સહાય જૂથો /સહકારી મંડળીઓ/સંધ, માઇક્રો ફાયનાન્સ સંસ્થા(MFIs) અને તાલિમી સંસ્થાઓને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ
નીતિના મુખ્ય તત્વો
સ્થળલક્ષી આયોજન ધોરણો
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા કેટલાક શહેરોએ શહેરોમાં વેચાણની પ્રવૃતિઓના નિયમન માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. જો કે આ જોગવાઇમાં શેરી વિક્રેતાઓની સામગ્રી/સેવા સમય બદલતા કેટલી માગ રહેશે તેને પારખી શકાયુ નથી એટલે શેરી વિક્રેતાઓની એક કુદરતી વૃતિની ખામી છે કે તેઓ ચોક્કસ સમયે ચોક્કસ સ્થળે દેખાતા નથી. એટલે સ્થળલક્ષી આયોજન માટે તેઓને એક સાથે લાવવા. તેના માટે મુખ્ય/ઝોનલ/સ્થાનિક/લેઆઉટ વિકાસની યોજનામાં શેરી વિચાણને શહેરીકરણમાં મહત્વની પ્રવૃતિઓમાં સ્થાન આપી નિયમન દ્વારા શેરી વિક્રેતાઓની વસ્તીને ધ્યાનમાં રાખી માટે અલગ જગ્યા ફાળવવીની જોગવાઇ જરૂરી છે. સાથે જ આ પ્લાનમાં શેરી વિક્રતાઓના વિકાસનો આધાર પાછલા પાંચ વર્ષના વિકાસદર અને વેચાણ વિસ્તારોના અપારંપારિક બજારોમા સરેરાશ કેટલા લોકો મુલાકાત લીધી તેને આધારે સમાવવો જોઇએ. સાથો સાથ તે પણ જરુરી છે કે શેરી વેચાણ માટેની જોગવાઇ ઝોનલ, લોકલ અથવા લેઆઉટ પ્લાનમાં સરખી રીતે અમલી બની છે.
વેચાણ માટેના સિમાંકન
દરેક શહેર અને ગામમાં નિયંત્રણ મુક્ત વેચાણ વિસ્તાર, નિયંત્રિત વેચાણ વિસ્તાર અને વેચાણ નિષેધ વિસ્તાર માટે ચોક્કસ સિમાંકન કરવું જોઇએ. અને શેરી વિક્રેતાઓની પ્રવૃતિ માટે આ વિસ્તારોને જરુરિયાત પ્રમાણેના ક્રમ મુજબ શહેરના પ્લાનમાં પર્યાપ્ત જગ્યા ફાળવવી જરૂરી છે જેના માટેની નીચેની માર્ગદર્શિકાને વળગી રહેવુ જરુરી છે.
- શેરી વિક્રેતાઓની સ્થિતિ માટે સ્થળલક્ષી આયોજનનું વલણ ચોક્કસ વિસ્તારમાં ચોક્કસ સમયે તેમની સેવાઓ અને ચીજવસ્તુઓને કેવો પ્રતિસાદ મળે છે તેના આધારે કરવું. તેના માટે વ્યાવસાયિક સંસ્થાઓ દ્વારા શેરી વિક્રેતાઓના સ્થળની ડીઝિટલાઇઝડ ફોટોગ્રાફી દ્વારા સર્વે કરવો. જેનું પ્રાયોજન રાજ્ય સરકાર/શહેરી વિકાસ સત્તા મંડળ/ સ્થાનિક સત્તામંડળ દ્વારા કરવામાં આવે છે.
- મ્યુનિસિપલ સત્તાધિશોએ સમયની વહેંચણીના આધારે જે તે નિર્ધારિત વેચાણ વિસ્તારમાં શેરી વિક્રેતાઓના પ્રવેશ અંગે નિયમો ઘડવા અને સુરક્ષિત લાયસન્સ આપી ચોક્કસ સ્થળ કે સ્ટોલ માટે શેરી વિક્રેતાઓની નોંધણી કરવી. સમયની વહેંચણી સાથે શેરી વિક્રેતાઓની નોંધણી કરવી સાથે જ હરતા ફરતા શેરી વિક્રેતાઓ વેચાણ વિસ્તારની કેટલી વખત મુલાકાત લે તેની પણ નોંધ રાખવી
- મ્યુનિસિપલ સત્તાધિશોએ હંગામી ફેરિયા બજાર (જેમ કે અઠવાડિયક હાટ, રેહરી બજાર. રાત્રી બજાર, ઉત્સવ દરમિયાન બજાર, ખાણી પીણીની ગલી) માટે પણ પૂરતી જગ્યા ફાળવવાની હોય છે. આ જગ્યાનો અન્ય સમયે જુદો ઉપયોગ થતો હોય (જેમ કે પબ્લિક પાર્ક, પ્રદર્શની મેદાન, પાકિંગ લોટ). આવી બજારો માટે શેરી વિક્રેતાઓની સેવા અને ચીજવસ્તુની માગને ધ્યાને રાખી યોગ્ય સ્થળ પર નજર રાખવી જોઇવી. વેચાણમાં સમયની મર્યાદા નક્કી કરવા માટે પબ્લીકની ભીડ વધી ન જાય. અફરાતફરી ન સર્જાઇ અને સ્વચ્છતાની બાબત ધ્યાને રાખીને કરવી જરુરી છે. વેચાણ માટેની જગ્યાની વહેંચણી પણ વિસ્તારની ઉપલબ્ધી અને વિક્રેતાઓની સંખ્યાના આધારે કરવી. આ પ્રયાસમાં હરતા ફરતા ફેરિયાઓના વાહનોના પાર્કિંગ માટેની પુરતી જગ્યા અને રાત્રે વાહનોની સુરક્ષા માટે જરુરી ફી લેવી.
- હરતા ફરતા વેચાણને કોઇપણ શહેર અને ગામના તમામ વિસ્તારો ઉપરાંત ફેરિયા બજારોમાં પણ છૂટ આપવી.માત્ર ઉલ્લેખ થયેલો વિસ્તાર જે મુખ્ય પ્લાનના ઝોનલ, સ્થાનિક વિસ્તાર અથવા લેઆઉટ પ્લાન હોય ત્યાં છૂટ ન આપવી. મર્યાદિત વેચાણ વિસ્તાર અને વેચાણ પ્રતિબંધિત વિસ્તારને સહભાગી રીતે નક્કી કરી શકાય. મર્યાદિત વેચાણ વિસ્તાર સ્થળ અને સમયથી અધિસુચિત કરવામાં આવે છે. જેમ કે ચોક્કસ સ્થળ પર વેચાણ પ્રતિબંધ દિવસે કે અઠવાડિયાના ખાસ દિવસે અમુક ચોક્કસ સમયે જ લાદી શકાય. સ્થળોને તમામ પાસા ચકાસ્યા વિના વેચાણ પ્રતિબંધિત વિસ્તાર જાહેર ન કરી શકાય. પ્રજાના હિતને ધ્યાને રાખતા જે વિસ્તારમાં વેચાણ પ્રતિબંધ મુકતા ત્યાં પ્રજાના જીવન ધોરણને નુકસાન અને ગેરહાજરીની અસર ન થવી જોઇએ
- શહેરીકરણ માટે કોઇપણ શહેર કે ગામના વિકાસ સાથે કાયદાકીય રીતે દરેક નવા વિસ્તારોમાં શેરી વેચાણ/ફેરિયાનો વિસ્તાર અને ફેરિયાઓની બજાર માટે પુરતી જોગવાઇ રાખવી જરુરી છે
જગ્યાના પરિમાણ માટેના નિયમો
ફેરિયાઓને જે તે નિર્દિષ્ટ વેચાણ શ્રેણી અને તેના માટે કેટલી જમીન ફાળવવી તેનો યોજનામાં ઉલ્લેખ કરવો. શેરી વિક્રેતાને ફાળવવામાં આવેલી તમામ જમીનના ઉપયોગની ક્ષમતા, ટોચ મર્યાદા અને પ્રવેશનો સ્પષ્ટ ઉલ્લેખ સીમાંકન એરિયામાં થવો જોઇએ. વધુ પડતો ઉપયોગ ભીડની સાથે પ્રજાના આરોગ્યને નૂકસાન થઇ શકે છે.જેથી જમીન માટે ચોક્કસ નિયમો શહેર/ વિભાગોના વિકાસ પ્લાન અને સ્થાનિક લેઆઉટ પ્લાન બન્નેમાં જરુરી છે. દરેક શહેર/ ગામના પોત પોતાના પરિમાણના નિયમો યોગ્ય મોજણી અને જરુરિયાતના મુલ્યાંકના આધારે ખુલ્લા રાખવા જેના માટે વ્યાવસાયિક સંસ્થાઓની મદદ લેવી. કુદરતી બજારો માટેના સિદ્ધાંતો ખાસ વેચાણ વિસ્તારો અને તેમની મહત્તમ માલિકીની ક્ષમતાને ધ્યાને રાખતા આધાર બનાવીને રચાયેલા સિદ્ધાંતોને અનુસરવા જરૂરી છે
નાગરીક સુવિધા માટેની જોગવાઇ
મ્યુનિસિપલ સત્તા મંડળ દ્વારા વેચાણ વિસ્તાર/ વેચાણ બજારોમાં પાયાગત નાગરીક સુવિધા પાડવી જરૂરી છે જેમાં
1) ઘન કચરાના નિકાલની જોગવાઇ
2) જાહેર સૌચાલયોની સાફસફાઇ અને જાળવણી
3) હરતા ફરતા સ્ટોલ / લારીઓની યોગ્ય ઘાટ
4) વીજપુરવઠા માટે જોગવાઇ
5) પીવાના પાણીની જોગવાઇ
6) ફેરિયા વિક્રેતાઓ અને તેમના માલ સામાનને ધૂળ, ગરમી અને વરસાદથી બચાવવા સંરક્ષણ આપવું
7) સંગ્રહ કરવાની વ્યવસ્થા જેમાં માછલી. મટન અને ઇંડા જેવી ચોક્કસ વસ્તુઓના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ અને
8) પાકિંગ વિસ્તાર
ફેરિયા બજારો શકય તેટલી વિસ્તરીત થઇ શકે તેવી હોવી જરુરી તેમા ઘોડિયા ઘર, શૌચાલય અને સ્ત્રી અને પુરુષ સભ્યો માટે આરામ રુમની સગવડ આપવી.
સંગઠીત અને સહભાગી પ્રક્રિયા
ટાઉન વેન્ડિંગ કમિટી:
- હોદ્દો અથવા હદ:મુક્ત વેચાણ વિસ્તાર/ નિયંત્રીત વેચાણ વિસ્તાર/વેચાણ નિષેધ વિસ્તાર અને વેચાણ બજારોના હોદ્દો અને હદ દરેક શહેર અને ગામમાં રચાયેલી ટાઉન વેન્ડિંગ કમિટિ હેઠળ આવે છે. આ કમિટી મ્યુનિસિપલ કમિશનર/ શહેરી સ્થાનિક જૂથના ચીફ ઓફીસર અધ્યક્ષ તરીકે અને અન્ય કેટલાક સભ્યો જેને સરકારે સુચિત કરેલા હોય.જેમા પ્રથમ સ્થાનિક સત્તા મંડળ, આયોજન સત્તામંડળ અને પોલીસ અને કેટલાક અગ્રણી બીજા શેરી વિક્રેતા સંગઠન અને ત્રીજા સ્થાનિક સમુદ્ધિ સંસ્થા અને સમાજિત સંસ્થા અને ચોથા અન્ય સીવીલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન જેવા કે એનજીઓ, વ્યાવસાયિક સંગઠન( જેવા કે વકીલ, ડોકટર, નગર નિયોજક, આર્કિટેક્ટ વગેરે) વેપાર અને વાણિજ્યના પ્રતિનીધિ અને સમાજ અગ્રણીઓ હોય છે. આ નીતિમાં ભલામણ કરવામાં આવી છે કે શેરી વિક્રેતાઓના પ્રતિનીધિઓની સંખ્યા ટીવીસીના સંખ્યાબળમાં 40 ટકા હોવી જોઇએ જ્યારે અન્ય ત્રણ શ્રેણીના સભ્યો અને પ્રતિનીધીઓ 20 ટકામાં સરખા ભાગે હોવા જરૂરી છે. જ્યારે શેરી વિક્રેતાઓ સામાજિક સમૃદ્ધી સંસ્થા અને અન્ય સામાજિક સંસ્થાના સભ્યોમાં એક તૃત્યાંશ સંખ્યા મહિલા માટે ફાળવવામાં આવે છે. વધુમાં જરુર પુરતું વિકલાંગોને પણ ટીવીસીમાં સ્થાન આપવામાં આવે છે
શેરી વિક્રેતાના પ્રતિનીધીઓની પસંદગીમાં નીચેના માપદંડોને આધારે થવુ જરૂરી છે
- સભાસદની સહભાગિતા સંગઠનોને આધારે હોવી જોઇએ અને
- નાણાકીય જવાબદારી અને નાગરિક શિસ્તની સાબિતી.
- ટીવીસીએ જમીનની જોગવાઇમાં વ્યવહારુ બાબતોને ધ્યાને રાખવાની સાથે કુદરતી બજારોના નિર્માણ, શેરી વિક્રેતાઓના હાલના ઉત્પાદન અને સેવાની પૂરતી માગ સહિત ભવિષ્યમાં વસ્તી વધારાના દરને પણ ધ્યાન રાખવી જોઇએ
- ટીવીસીએ વેચાણ વિસ્તાર, વિક્રેતાઓ અને બજારોને મળનારી પાયાગત સુવિધા અને કાર્યપદ્ધતિની દેખરેખ રાખવાની સાથે સરળ રીતે ઉપલબધ કરાવવાનું હોય છે. સાથે જ શહેરી સ્થાનિક જૂથને સબંધિત નોટિસ પણ પાઠવે છે. આ ઉપરાંત ટીવીસીએ અઠવાડિયક બજારો, ઉત્સવ દરમિયાન ભરાતા બજારો, રાત્રી બજારો અને રજાવોમાં વેચાણ ઉત્સવોને પણ પ્રોત્સાહિત કરવાની સાથે જરુરી માળખાગત સુધારા અને શહેરી સ્થાનિક જૂથને સાથે રાખી સુધરાઇની સેવા પુરી પડાવવાની હોય છે.
ટીવીસીએ નીચેના કાર્યો અમલમાં મુકવાના હોય છે
- ટીવીસીએ શહેર/ગામો/વોર્ડ/લતામાં શેરી વિક્રેતાઓની સંખ્યામાં થતાં વધારા અને ઘટાડાની નીયત અવધીમાં મોજણી/વસ્તી ગણતરી કરવાની હોય છે.
- મ્યુનિસિપલ સત્તામંડળ દ્વારા વિમાના ઓળખપત્રો તૈયાર થયા બાદ ટીવીસીએ શેરી વિક્રેતાઓની નોંધણી કરવાની હોય છે
- મ્યુનિસિપલ સત્તામંડળ શેરી વિક્રેતાઓને નાગરિક સુવિધા પુરી પાડે છે કે નહીં તેની દેખરેખ રાખવાની હોય છે.
- તમામ વેચાણ વિસ્તારની મહત્તમ માલિકીની ક્ષમતાની આકારણી નક્કી કરવી
- બિન વિવેકાધિન પદ્ધતિથી દૂર રહેવુ અને આ જ રીતે અનિત્રિત, સમય, દિવસને આધારે નિયત્રીત અને વેચાણ નિષેધ વિસ્તારોને ફરીને ઓળખવા.
- ફેરિ માટે શરતો નક્કી કરવી અને કસુરવારો સામે પ્રતિકાત્મક પગલા લેવા
- સક્ષમ સત્તાધિકારી બનતા ફી અને અન્ય વેરા ઉઘરાવા
- ફાળવેલા સ્ટોલ કે વેચાણની જગ્યાનો હેતુલક્ષી જ ઉપયોગ થાય છે કે નહીં તેની દેખરેખ
- રાખવી સાથે જ સ્ટોલ્સ કે જગ્યા અન્યને ભાડે કે વેચાણ તો નથી થયુંને તેની પણ ખાતરી કરવી
- અઠવાડિક બજારો. રાત્રી બજારો, ઉત્સવ બજારો જેવા કે ફૂડ ફેસ્ટીવલ જેમાં મહત્વના પ્રસંગોની ઉજવણી/રજાઓ જેમાં શહેર કે ગામોના સ્થાપના દિવસો માટે સુવિધા કરી આપવી જે) લોકોને પહોંચતી ચીજવસ્તુઓ અને સેવાઓની ગુણવત્તા જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને સલામતી જેના માટે સ્થાનિક સત્તા મંડળે ધારા ધોરણ નક્કી કર્યા છે તે મુજબની મળે છે કે નહીં તેની ખાતરી કરવી
- ટીવીસીના નિર્ણયના અમલીકરણ માટે મ્યુનિસિપલ સત્તામંડળે એક અધિકારીની નિમણુક કરવાની હોય છે જે ટીવીસીના કન્વીનર તરીકે કામ કરે છે જેની સંપૂર્ણ જવાદારી ટીવીસીના નિર્ણયોનું અમલીકરણ કરાવવાનું હોય છે
- શેરી વેચાણની નોંધણીની પદ્ધતિ: શેરી વિક્રેતા/ફેરિયાઓ અને ધંધા/સેવામાં આયોજનના ધારાધોરણ મુજબ બિન વિવેકાધિન નિયમન કરનાર માટે નોંધણીની પદ્ધતિ અપનાવવામાં આવશ્યક છે. આ પદ્ધતિનું સવિશેષ માહિતી નીચે આપેલી છે.
- શેરી વિક્રેતાઓના ફોટા પાડી ગણતરી : મ્યુનિસિપલ સત્તા મંડળ ટીવીસી સાથે પરામર્શ કરી કુશળ વ્યાવસાયિક સંસ્થાઓની મદદથી ડીઝીટલ ફોટો ગણતરી/સર્વે/હાલના સ્થિર શેરી વિક્રેતાઓની GIS Mappingથી ગણતરી કરી જેનો હેતુ જે શેરી વિક્રેતાની જગ્યા લેવાની ક્ષમતા હોય તેમને ભાડા પેટે ચોક્કસ જમીન ફાળવવા માટે ઓળખી શકાય.
- શેરી વિક્રેતાઓની નોંધણી:શેરી વિક્રેતાઓની નોંધણીનો હક્ક સીવીસી પાસે રહે છે. નોંધણીનો હક્કદાર માત્ર એ બને છે
- જે બાંયધરી આપે છે કે તે વેચાણ સ્ટોલ કે જગ્યા તે ખુદ પોતે ચલાવશે અને તેની આજીવિકા માટે અન્ય કોઇ વિકલ્પ નથી.એક વ્યક્તિને વેચાણની જગ્યાનું એક જ નોંધણીનું પ્રમાણપત્ર મળી શકે છે.મળેલી વેચાણની જગ્યા કે સ્ટોલને વ્યક્તિ અન્યને ભાડે આપી શકતો નથી કે વેચાણ કરી શકે નહીં.
- જે ફોટો ગણતરી દ્વારા નોંધણીમાં જે રહી ગયા હોય અને પહેલી વખત શેરી વેચાણ કરવાની ઇચ્છા રાખનાર નોંધણીમાં માં બાકાત રહ્યા હોય અને તેઓ શેરી વેચાણ કરવા ઇચ્છતા હોય તો તેણે નોંધણી માટે અરજી કરી શકે છે. પરંતુ તેણે જગ્યાના વપરાશનો અન્ય કોઇ મતલબ નથી અને જગ્યાનું તે ખુદ સંચાલન કરી પરિવારને મદદ કરવા ઇચછે છે તેવુ સોગંધનામુ રજુ કરવાનું રહે છે.
- ઓળખપત્ર: નોંધણી બાદ સંબંધિત મ્યુનિસિપલ સત્તામંડળ શેરી વિક્રેતાઓ માટે ઓળખપત્ર બહાર પાડે છે. જેમાં કોડ નંબર. શેરી વિક્રેતાનું નામ, વિક્રેતાની શ્રેણી વગેરે વિગતો હોય છે.જે ટીવીસીને સંબંધિત હોય છે. આ કાર્ડમાં નિચેની વિગતો હોય છે
- શેરી વિક્રેતાનો કોડ નંબર
- નામ. એડ્રેસ અને શેરી વિક્રેતાનો ફોટોગ્રાફ
- પરિવારના કોઇપણ એક ઉમેદવાર કે મદદ કરનારનું નામ
- ધંધાનો પ્રકાર
- શ્રેણી(સ્થિર/હરતા ફરતા) અને
- જો સ્થિર હોય તો વેચાણનું સ્થળ
- ધંધો કરવા માટે 14 વર્ષથી નીચેના બાળકો ઓળખપત્ર નથી આપવામાં આવતું
નોંધણી ફી :તમામ શહેરો અને ગામોમાં ફોટી વસ્તી ગણતરી અથવા અન્ય ભરોસાપાત્ર ઓળખવિધિની રીત જેવી કે બાયોમેટ્રીક પદ્ધતિ દ્વારા તમામ શેરી વિક્રેતાઓની નોંધણી કરવામાં આવે છે જેના માટે નજીવી ફી વસુલવામાં આવે છે આ ફી મ્યુનિસિપલ સત્તા મંડળે નક્કી કરેલી હોય છે
નોંધણીની પ્રક્રીયા
- નોંધણીની પ્રક્રિયા ત્વરીત અને સરળ હોવી જોઇએ. તમામ જાહેરાત અને સોગંદ ઇત્યાદી જાતે જ કરેલ હોવુ જોઇએ.
- આાંકડાકિય નિયંત્રણ અથવા કોટા અથવા રહેણાંકના દરજજાને નોંધણીમાં પ્રાધાન્યતા ન હોવી જોઇએ
- નોંધણીનું દર ત્રણ વર્ષે રીન્યુ(નવીનીકરણ) થવુ જોઇએ. જો કે શેરી વિક્રેતાએ જો જગ્યા ભાડે કે વેચી મારી હોય તો તે ફરી નોંધણી માટે હકદાર નથી
- અહિં નવિનીકરણના આધારે સ્થળ પર જ હંગામી નોંધણી પ્રક્રિયા થઇ શકે જેમા ક્રમાનુસાર શેરી વિક્રેતાને વેચાણની પરવાગી આપી પરંતુ નોધણીની પ્રક્રિયા અને ઓળખપત્ર જારી થતાં સમય લાગે છે
આવક
- શેરી વિક્રેતાઓને વપરાશમાં મળતી જગ્યા અને નાગરિક સેવાઓ મેળવવા તેઓ પાસેથી માસિક ફી વસૂલ કરવામાં આવશે. એ માટે મ્યુનિસિપલ ઓથોરિટી અને શેરી વિક્રેતાઓ વચ્ચે સીધું જોડાણ હોવું જોઈએ : જેમાં,
- નોંધણી ફી
- સ્થાન અને ધંધાના પ્રકાર અનુસાર માસિક રખરખાવ ખર્ચ અને
- દંડ અને અન્ય ખર્ચા, જો કોઈ હોય તો.
- એક TVCની કામગીરી રજિસ્ટ્રેશન ફી અને માસિક ફીમાંથી થતી આવકમાંથી ચલાવવી, પણ મ્યુનિસિપલ સંચાલકો પાસેથી વધુ ગ્રાન્ટ મેળવવા માટે ઓછામાં ઓછો વપરાશ હોવો જોઈએ.
- મ્યુનિસિલપ તંત્રને થતી આવક માટે TVC એ ખાતરી કરવી જોઈએ કે તે ફીના નક્કી દર અને કોઈ પણ પ્રકારની વર્તુણક અથવા ગેરવસુલી માટે તેઓ જવાબદાર નથી. જો ફરિયાદી આ બાબતે TVCને કોઈ ફરિયાદ કરે તો પર્યાપ્ત પગલાં સાથે તેનું ઝડપથી નિવારણ લાવવામાં આવે.
- સ્વવ્યવસ્થાપન અને નિયમો શેરીઓમાં વ્યવસાય કરતી વખતે સ્થાનિકત્વ પર થતી કોઈ હાનિકારક અસરોના નિવારણ માટે ફેરિયાઓની સામુહિક વ્યવસ્થાની પ્રોત્સાહક નીતિની હિમાયત કરે છે. આવી વ્યવસ્થામાં કચરાના નિકાલ, વેચાણ કરનાર વિસ્તાર કે ઝોનની સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થાપન વગેરેને વિક્રેતાઓએ સંપૂર્ણપણે તેમની પ્રવૃતિઓમાં આવરી લેવી જોઈએ. પાથરણાવાળાઓએ જે તે વિસ્તારના આવા ચોક્કસ સંખ્યાના ધારા ધોરણોનું સ્વનિયમન કરી તેના માપદંડને માન્ય રાખીને તેનું પાલન કરવું જોઈએ. રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા પાથરણાવાળાઓની ભાગીદારી સાથે રિજસ્ટ્રેશન સિસ્ટમનો ઉપયોગ કરી શકાય જેથી વેચાણ કરનાર ઝોન કે શેરી બજારમાં તેમની વગની ક્ષમતા અને મર્યાદાનું નિયમન કરી શકાય.
કબજો, પુનઃપ્રક્રિયા અને જપ્તી:
- જો સત્તાવાળાઓએ આપેલ કોઈપણ નિષ્કર્ષ જેમ કે,માર્ગ પર શેરી વિક્રેતાને કારણે જાહેર અવરોધ, રસ્તાની એકબાજુ ચાલવા વગેરે માટે શેરી વિક્રેતાઓ માટે નોટિસની જોગવાઈ હોવી જોઈએ. આ અંગે શેરી વિક્રેતાઓને માર્ગ પરથી હટાવવા અથવા પુનઃપ્રક્રિયા શરૂ કરતા પહેલાં પ્રથમ પગલાં રૂપે નોટિસ આપીને એ અંગે જાણ કરવી / ચેતવણી આપવી જોઈએ. બીજું પગલું, જો જગ્યા સૂચિત સમયમર્યાદામાં સાફ નથી કરવામાં આવી, તો દંડ કરવો જોઈએ. જો જગ્યા નોટિસ આપ્યા પછી અને દંડ આપ્યા પછી પણ સાફ કરવામાં ન આવી હોય તો જગ્યાનો કબજો લઈ શકાય છે. જો “નો વેન્ડિંગ ઝોન'માં વેચાણ કરાતું હોય તો, તે જગ્યાનો કબજો લેતા પહેતા વેચાણકર્તાને થોડા કલાકો પહેલા નોટિસ આપવી જોઈએ જેથી તે ક / તેણી કબજાવાળી જગ્યા પરથી હટી શકે. પુનઃપ્રકિયાના કિસ્સામાં, નોંધણી કરાવેલા વિક્રેતાઓને યોગ્ય વળતર કે નવા વિસ્તારમાં આરક્ષણ પૂરુ પાડવામાં આવવું જોઈએ.
- સામાન જપ્તીના સંદર્ભમાં, ( કે જે સામાન્ય રીતે છેલ્લા ઉપાય તરીકે થાય છે ) શેરી વિક્રેતા જો TVC દ્વારા નક્કી કરાયેલી નિયત ફીની ચુકવણી કરે તો તેમના સામાનને યોગ્ય સમયે પરત કરવામાં આવશે.
- ફેરીયાઓ અથવા વિક્રેતાઓને સમયના ધોરણે જગ્યાની વહેંચણી કરી હોય તેવા કિસ્સામાં સમયનું નિયમન એ રીતે કરવામાં આવશે કે જેથી વિક્રેતાઓ તેમની બધી સામગ્રી દરેક દિવસે કે તેમને ફાળવેલા સમય પૂરો થાય તે પહેલા એકઠી કરી શકે. મોબાઈલ વેચાણ કેન્દ્રોના કિસ્સામાં, લોકોના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિયમો જાહેર હિતમાં મૂકવા જોઈએ.
- નીતિના અમલને આડેના વિધનો દૂર કરી જે તે સરકાર હાલના કાયદા કે નિયમોમાં યોગ્ય સુધારા કરી શેરી વિક્રેતાઓને થતી અયોગ્ય કનડગત દૂર કરી શકે. સુધારા કરી શેરી વિક્રેતાઓને થતી અયોગ્ય કનડગત દૂર કરી શકે.
પ્રોત્સાહક પગલા
- જાહેર આરોગ્ય અને સ્વચ્છતા: દરેક શેરી વિક્રેતાએ વેચાણ સ્થળ કે બજાર પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં જાહેર સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખવું પડશે. તે / તેણીએ વેચાણ સ્થળ પર કચરાના નિકાલ માટે કચરાપેટીની વ્યવસ્થા પણ કરવી પડશે. વધુમાં, તે / તેણીએ વેચાણ સ્થળ પરના સામૂહિક કચરાની નિકાલ માટે પણ ફાળો આપવો પડશે. શેરી વિક્રેતાઓના કે શેરી વિક્રેતાઓ માટે જાહેર શૌચાલયોની સુવિધાઓનું નિર્માણ કરી, ‘ચૂકવો અને વાપરી’ના ધોરણે તેનું નિયમન કરવું પડશે. આવા સંગઠનોને કેન્દ્ર સરકાર/ રાજ્ય સરકાર/ મ્યુનિસિપલ કોર્પોરેશન નાણાકીય સહાય પૂરી પાડી શેરી વિક્રેતાઓ માટે / ની સંસ્થાને પ્રોત્સાહિત કરશે.
શેરી વિક્રેતાઓ માટે આરોગ્ય સવલતો:
રાજ્ય સરકાર / મ્યુનિસિપલ સત્તાવાળાઓ શેરી વિક્રતાઓ અને તેમના પરિવારોના આરોગ્યને આવરી લેવા રોગનિવારક અને રોગહર સહિતનો આરોગ્ય વિમો કે જેમાં બાળકલ્યાણ અને બાળ આરોગ્ય સહિતના કાર્યક્રમોને સમાવતા વિશિષ્ટ પગલા લઈ શકે છે.
શિક્ષણ અને તાલિમ:
ઉદ્યોગ સાહિસિક એવા શેરી વિક્રેતાઓને વ્યવસાયિક શિક્ષણ અને તાલિમ આપવા જોઈએ, જેથી તેઓ વ્યવસાયિક વિકાસની આવડત સાથે વ્યવસાયના નવા આયામ અને તકનિક વડે તેમનું પગાર ધોરણ વધારવા માટે તેમજ વધુ લાભપ્રદ વિકલ્પો અંગે વિચારી શકે.
ક્રેડિટ અને વીમો
ક્રેડિટ એ શેરી વિક્રેતાઓ માટે હાલની પ્રવૃતિ ટકાવી રાખવા માટે અને તેના વિકાસ માટે મહત્વની જરૂરિયાત છે. જ્યારથી વિક્રેતાઓ એક ટર્નઓવર આધારિત કામ કરે છે, ત્યારથી તેઓ ઘણીવાર બિન સંસ્થાકીય ધિરાણદારો પાસેથી ઊચા વ્યાજે ધિરાણ લે છે. આમ છતાં તઓ ઊંચી ચૂકવણી ક્ષમતા ધરાવતા હોય છે, પણ સમાંતર અને પઢીની શાખના અભાવે સામાન્ય રીતે તેમને સંસ્થાગત ધિરાણ નથી મળી શકતું. રાજ્ય સરકારો અને મ્યુનિસિપલ સત્તાવાળાઓના સ્વયં મદદ જૂથો અને શેરી વિક્રેતાઓની સંસ્થાઓનો સ્વયં મદદ જોડાણ જેવી પદ્ધતિ મારફતે બેન્કો પાસેથી ધિરાણ આપવા માટે સક્રિય કરવા જોઈએ. TVC વિવિધ સ્ત્રોતોમાંથી ક્રેડિટની ઉપલબ્ધતાને લગતી, ખાસ કરીને માઈક્રો ફાઈનાન્સ અને સામાન્ય ક્રેડિટ માળખા સાથે શેરી વિક્રેતાઓને સાંકળી માહિતીનો પ્રસાર કરી શકે. શેરી વિક્રેતાઓ પણ નાના વીમા અને અન્ય એજન્સો દ્વારા વીમો મેળવવામાં મદદ મેળવી શકે.
- ક્રેડિટના સંદર્ભમાં, નાની ઈન્ડસ્ટ્રીઝ માટે ક્રેડિટ ગેરંટી ફંડ સ્કીમ, માઈક્રો, નાના અને મધ્યમ સાહસો, ભારત સરકાર અને ધી સ્મોલ ઈન્ડ્રસ્ટીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા શેરી વિક્રેતાઓ માટે ક્રેડિટ આગળ લંબાવી શકાય. આ યોજના સમાંતર સમસ્યાને ઉકેલવાનો અને નાના પાયે ઉદ્યોગો તરફથી ધીમે ધીમે બેંકોના સંપૂર્ણપણે જોખમ રહીત વલણથી દૂર ખસી જવાનો ધ્યેય રાખે છે.
- TVC દ્વારા હાથ ધરવામાં આવેલી નોંધણીની પ્રક્રિયા ક્ષેત્ર સર્વેક્ષણ પર આધારિત છે જેના દ્વારા વ્યાવસાયિક સંસ્થાઓ અથવા એજન્સીઓ અને રહેઠાણની ઓળખ પર તેમના દ્વારા ઓળખકાર્ડ થવી જોઈએ અને એ માટે મોટી સંખ્યામાં શેરી વિક્રેતાઓના રેકોર્ડસ સંસ્થાકિય શાખ અન્વયે આવરી લેવા જોઈએ.
સામાજિક સુરક્ષા
એક જૂથ તરીકે શેરી વિક્રેતાઓ અર્થતંત્રના અવ્યવસ્થિત ક્ષેત્ર સાથે સંબંધિત છે. જેમ કે, તમને સરકારી સહાય સામાજિક સુરક્ષા માટે નથી. જોકે, કેટલાક રાજ્યો માં, ઓલ્ડ એજ પેન્શન અને અન્ય લાભો છે, જેમ કે સામાજિક સુરક્ષા યોજનાઓ કલ્યાણ બોર્ડ અને સમાન સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ, શેરી વિક્રેતાઓના કવરેજ ખૂબ નાના છે. એવા કેટલાક બિન - સરકારી (એનજીઓ) સંસ્થાઓ છે, જે શેરી વિક્રેતાઓ માટે સામાજિક સુરક્ષા યોજનાઓનું આયોજન કરે છે. કેન્દ્ર સરકાર ધ્યેય રાખી રહી છે કે અવ્યવસ્થિત ક્ષેત્રમાં સંપૂર્ણ અને યોગ્ય શેરી વિક્રેતાઓને સામાજિક સુરક્ષા કવરમાં આવરી લેવામાં આવે. રાષ્ટ્રીય પ્રયાસો થકી રાજ્ય સરકારો / મ્યુનિસિપલ સત્તાવાળાઓની અને / શેરી વિક્રેતાઓ માટે સંસ્થાઓ દ્વારા પ્રયત્નો થવા જોઈએ. રક્ષણાત્મક સામાજિક સુરક્ષા સુવિધા શેરી વિક્રેતાઓ માટે આકસ્મિક સંજોગોમાં જેમ કે, માંદગી, માતૃત્વ, અને વયોવૃદ્ધ અવસ્થામાં તેમની કાળજી લેશે.
સ્થિર દુકાનોની ફાળવણી
સ્થિર વિક્રેતાઓ / જગ્યા દુકાનો માટે માન્ય હોવી જોઈએ કે કેમ, ખુલ્લી કે બંધ, ફોટો સેન્સસ પછી લાયસન્સના ધોરણે / વસ્તી ગણતરી મોજણી અને આ સંદર્ભમાં પૂછપરછ માટે, શરૂઆતમાં 10 વર્ષની જોગવાઇ છે ત્યારબાદ માત્ર દસ વર્ષની એક વિસ્તરણ પૂરી પાડવામાં આવશે. 20 વર્ષ પછી, વિક્રેતા માટે સ્થિર દુકાન (ખુલ્લા અથવા બંધ ) માંથી બહાર નીકળવું જરૂરી રહેશે, કારણ કે તે વ્યાજબી ધારણા છે કે તેના / તેણીની આવકમાં વધારો થયો હશે, ત્યારબાદ , આ જ દુકાનની તક લાઇસન્સ વાળા સમાજના નબળા વર્ગને પૂરી પાડવામાં આવે. જો કે સ્ટોલ વેચાણ કરનાર / વેચાણ કરનાર જગ્યા ચોક્કસ વર્ષ માટે લીઝ આધાર પર વિક્રેતાને પૂરી પાડવામાં આવે છે, શહેરની કુલ વસ્તી મુજબ / SCS એસટીએસ માટે પૂરતા આરક્ષણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એ જ રીતે, દુકાનો વેચાણ કરનાર / જગ્યાઓ વેચાણ કરતી વખતે શારીરિક વિકલાંગ / અક્ષમ વ્યક્તિઓના પુનર્વસન માટે ઉપયોગી માધ્યમ બની રહે તે રીતે શારીરિક વિકલાંગ અક્ષમ વ્યક્તિઓને ફાળવવામાં આવવી જોઈએ. ભવિષ્યમાં, યોગ્ય મોનીટરીંગ સિસ્ટમ યોગ્ય જગ્યાએ મુકીને તેની TVC દ્વારા ખાતરી કરવી જોઈએ કે સ્થિર દુકાનોના લાયસન્સનું વેચાણ ન થાય / અણનમ રહે.
બાળ વિક્રેતાઓનું પુનર્વસન
- બાળકો દ્વારા વેચાણ પર રોક છે અને તેમના પુનર્વસવાટ માટે કામગીરી ચાલવી જોઈએ, જો કે, ચાઈલ્ડ (દારૂબંધી અને રેગયુલેશન) એક્ટ શ્રમ, 1986 સાથે જ અસ્તિત્વમાં છે, રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓની નિયમિત અથવા સમયાંતર શાળાઓમાં બાળકોને મોકલીને તેમને વિવિદ કૌશલ્યોની તાલીમ આપવી જોઈએ.
પ્રોત્સાહક વિક્રેતાઓનીસંસ્થાઓ
શેરી વિક્રેતાઓને સામાજિક સુરક્ષા યોજનાઓ અને અસરકારક રીતે અન્ય પ્રોત્સાહક પગલાંના લાભો પ્રાપ્ત કરવા માટે સક્રિય થાય તે માટે, જરૂરી છે કે શેરી વિક્રેતાઓ તેમની પોતાની સંસ્થાઓ રચવા આગલ આવે.
TVCએ એવાં પગલાં લેવા જોઈએ કે, શેરી વિક્રેતાઓની આવી સંસ્થાઓ સરળ કામગીરી માટે મદદ જોઇએ. ટ્રેડ યુનિયન્સ અને અન્ય સ્વચ્છિક સંસ્થાઓ સક્રિય ભૂમિકા ભજવે છે અને શેરી વિક્રેતાઓ પોતાની સલાહ અને માર્ગદર્શન સેવાઓ પૂરી પાડે છે.
અન્ય પ્રોત્સાહક પગલાં
ભારત સરકાર આ અવ્યવસ્થિત ક્ષેત્રમાં રોકાયેલા કામદારોની આજીવિકાના પ્રમોશન માટે કાયદો વિચારણા કરવામાં આવે છે. આ જગ્યાએ , તે તમામ સમાન શેરી વિક્રેતાઓ લાગુ રહે છે.
સહભાગીઓ માટે કાર્ય યોજનાઓ
- શેરી વેચાણ પ્રવૃત્તિઓ શેરી વેચાણ કાયદા અનુસાર કરવામાં આવે તે અંગે યોગ્ય પગલા લેવાં તે ભારત સરકારની જવાબદારી બને છે અને તે જ ભારતીય દંડ સંહિતા અથવા પોલીસ એક્ટ હેઠળ દાવાપાત્ર નહી રહે. આ સંદર્ભમાં, જો જરૂરી હોય તો સરકાર આ કાયદામાં સુધારા પણ કરી શકે છે. તેનાથી શેહરી અને નગરોમાં શેરી વેચાણ પ્રવૃતિની વિકાસ અને સુવિધા અંગેના આદર્શ કાયદાઓનું નિયમન થઈ શકે છે.
- રાષ્ટ્રીય નીતિ સાથે શહેરી શેરી વિક્રેતા પર સંસ્થાકીય ડિઝાઇન, વૈધાનિક માળખા અને અન્ય જરૂરી વ્યવસ્થા જે તે જગ્યા પર પૂરી સંવાદિતા સાથે મૂકવાની જવાબાદરી રાજ્ય સરકારો / યુટી પ્રશાસનની રહેશે. તેઓ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિય સ્થિતમાં બંધબેસે તેવા કાયદા અને નિયત નિયમો હાથ ધરશે.
- સ્થાનિક સત્તા / આયોજન સત્તાધિશો / પ્રાદેશિક આયોજન સત્તાધિશોની જવાબદારી રહેશે કે તેઓ માસ્ટર વિકાસ યોજનાઓ, ઝોનલ યોજનાઓ અને સ્થાનિક વિસ્તાર યોજનાઓમાં શેરી વેચાણ પ્રવૃતિ માટે, ઝોન, બજારોમાં ‘વિક્રેતાઓ / માટે આરક્ષણ પૂરુ પાડે.
- મ્યુનિસિપલ સત્તાવાળાઓ નીતિ માં દર્શાવેલ વૈધાનિક અને અન્ય બાબતોનો અમલ કરી, વિક્રેતાઓ માટે બજારો અંગેની જગ્યાની જોગવાઈ અને નાગરિક સુવિધાઓનો લાગી કરશે, જેને નગર વિક્રેતા સમિતિ વગેરે સહાય કરશે.
- વહેલામાં વહેલી તકે આ નીતિ અમલમાં આવે, પણ જાહેરાતના એક વર્ષ કરતા પહેલા નહી, દરેક મ્યુનિસિપલ ઓથોરિટી એક ટાઉન વેન્ડીંગ સમિતિની રચના અને બાદમાં રાષ્ટ્રીય નીતિના અમલીકરણ માટે સ્થાનિક સ્તરે શેરી વિક્રેતાઓ માટે એક એકશન પ્લાન તૈયાર કરવાનો રહેશે .
- રાજ્ય સરકાર / મ્યુનિસિપલ સત્તાધિશોને સંબંધીત વિભાગોની જવાબદારી રહેશે કે તેઓ શહેરો અને નગરોના સર્વે શરૂ કરવા માટે મજબૂત આધાર માહિતી અને માહિતી વ્યવસ્થા ઊભી કરે અને તેમાં સમયાંતરે સુધારા કરે
- રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ સત્તાવાળાઓ વ્યવસાયિક સંસ્થાઓ અને સંગઠનોને સર્વેક્ષણો અને પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપે જેથી શેરી વિક્રેતાઓની પરિસ્થિતિમાં સુધાર આવે, તેમજ તેમના લાગતાવળગતા ક્ષેત્રોમાં આયોજન અને પ્રોત્સાહક પગલાંનું અમલીકરણ કરી શકાય.
- કેન્દ્ર સરકાર એવી વ્યવસાયિક સંસ્થાઓ અને સંગઠનોને સહાય કરશે જે શેરી વિક્રેતાઓની સમસ્યાઓનો અભ્યાસ કરશે અને તે સમસ્યાઓનો વાસ્તવિક નિવેડો લાવશે.
સમીક્ષા અને પ્રતિક્રિયા :
શેરી વિક્રેતા પ્રવૃત્તિઓની સમીક્ષા, કાર્ય યોજનાઓ અને આ નીતિ અનુસાર શેરી વિક્રેતાઓ માટે પ્રોત્સાહક પગલાં નીચે મુજબ હાથ ધરવામાં આવશે:
- ટાઉન વિક્રેતા સમિતિ : અગાઉની જેમ ઝીણવટપૂર્વક, TVCની જવાબદારી શહેર / નગર / વોર્ડ / સ્થાનિક સ્તરે આ નીતિના અમલ પર દેખરેખ રાખવાની રહેશે.
મુખ્ય કારોબારી અધિકારી / મ્યુનિસિપલ ઓથોરિટી કમિશનર: મુખ્ય કારોબારી અધિકારી / દરેક મ્યુનિસિપલ ઓથોરિટી કમિશનર શેરી (સ્ટેશનરી/મોબાઈલ) વિક્રેતાઓનું વોર્ડ અનુસાર રજીસ્ટર જાળવશે જેની યાદી મ્યુનિસિપલ વેબ સાઇટ મુજબની રહેશે. મ્યુનિસિપલ ઓથોરિટી TVC અને વોર્ડ વેન્ડીંગ સમિતિઓની(જે તે જગ્યા હોય ત્યાં) કામગીરી અને પ્રવૃત્તિઓની સતત દેખરેખ રાખશે અને રાજ્યના નોડલ અધિકારી અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારી સચિવને જ એક વાર્ષિક અહેવાલ મોકલશે..જેમાંનીચેની વિગતો સમાવાના રહેશે :
- મહત્વના કે વિકસિત વેચાણ ઝોન/ વેચાણ બજારોની સંખ્યા
- નોંધાયેલા શેરી વિક્રેતાઓની સંખ્યા;
- નોંધાયેલી આવક ;
- ખર્ચનો હિસાબ
- જાહેરાત માટે અને અન્ય હાથ ધરાયેલા પગલાં ;
- નોંધાયેલી ફરિયાદો અને સરનામાની માહિતી ; અને
- રાજ્ય નોડલ અધિકારી / રાજ્ય સરકારના સંબંધિત વિભાગ દ્વારા સૂચવાયેલી કોઈપણ અન્ય બાબતો.
રાજ્ય / યુટી નોડલ અધિકારી: સંબંધિત વિભાગના સચિવ અથવા રાજ્ય / નિયુક્ત યુટી નોડલ ઓફિસરે કેન્દ્ર સરકારના શહેરી ગરીબી નિવારણ ગુહ મંત્રાલયને એવો વાર્ષિક અહેવાલ મોકલવાનો રહેશે જેમાં શહેરો / નગરોના શેરી વિક્રેતાઓના સંબંધિત આંકડાઓ, વેચાણ કરનાર નોંધાયેલા / વિકસિત ઝોનની સંખ્યા, નોંધાયેલા શેરી વિક્રેતાઓની સંખ્યા, વેચાણ કરવા પૂરી પાડવામાં આવેલી જગ્યાઓની સંખ્યા, , TVCની વિગતો અને રાજ્યમાં શેરી વિક્રેતાઓ પરિસ્થિતિની માહિતીનો ઉલ્લખ હશે.
વિવાદોનું નિરાકરણ : TVC મુખ્યત્વે ફરિયાદોના નિવારણ અને શેરી વિક્રેતાઓ વચ્ચે ઉભા થયેલા કોઈ પણ વિવાદોના નિરાકરણ અથવા મ્યનિસિપલ અધિકારીઓ અને તેમની નીતિઓના અમલમાં પોલીસ સહિત ત્રીજી પાર્ટીઓની ફરિયાદના ઉકેલના નિવારણ માટે જવાબદાર રહેશે. તે આયોજન, મ્યુનિસિપલ, પોલીસ અને અન્ય સત્તાધિશોઓ અને વિક્રેતા સંગઠનો સાથે સંલગ્ન રહી કામ કરે છે અને અન્ય સંસ્થાઓ સ્થાનિક સ્તરે શહેરી વિક્રેતા માટેની રાષ્ટ્રીય નીતિ અસરકારક રીતે અમલમાં મૂકાયેલી છે કે કેમ તેની ખાતરી કરશે.
સંદર્ભ:
શહેરી શેરી વિક્રેતા પર રાષ્ટ્રીય નીતિ, 2009 QURC RU23UR હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય, નિર્માણ ભવન, નવી દિલ્હી National Policy on Urban Street Vendors, શહેરી શેરી વિક્રેતા પર રાષ્ટ્રીય નીતિ 2009