હેતુ:
બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ, બેંકિગ સર્વિસ, થાપણ, નાણાની લેવડ-દેવડ, વીમો, પેનશન વગેરે પૂરી પાડવાનો છે. ઉપરાંત પ્રધાનમંત્રી જન-ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે.
યોગ્યતા
૧૦ વર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે.
ફાયદાઓ:
આ યોજના સાથે સંકળાયેલ લાભો નીચે મુજબ છે:
- જમા રાશિ ઉપર વ્યાજ
- એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ
- કોઇ ન્યુનતમ બેલેન્સની જરૂર નથી, તેમ છતાંય, રૂપે કાર્ડની મદદથી રકમ, ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે એ હિતાવહ છે.
- રૂ.૩૦,૦૦૦ નું જીવન વીમા કવચ.
- ભારત ભરમાં સહેલાઇથી રકમ ટ્રાન્સફર થઇ શકશે.
- સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ ખાતામાં સીધી લાભો જમા કરવામાં
- આવશે.
- ૬ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ-દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે.
- પેનશન તથા વીમાની સુવિધા
કાર્યપદ્ધતિ:
- પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં માટે નીચે મુજબનાં દસ્તાવેજ જરૂરી છે.
- આધારકાર્ડ હોય, તો બી દસ્તાવેજની જરૂર નથી.
- સરનામું બદલાઇ ગયું હોય તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે.
- જો આધારકોર્ડ ન હોય તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઇપણ એક જરૂરી છે.
- ઓળખપત્ર
- ડ્રાયવિંગ લાયસન્સ
- પાન કાર્ડ
- પાસપોર્ટ
- નરેગા કાર્ડ
નોંધ : આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય, તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ચ કરશે.
- જો કોઇપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમ વાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા કોઇપણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકે છે.
અમલીકરણ સંસ્થાઓ
રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ, સહકારી બેંકોની શાખાઓ, બેંક મિત્ર, વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે.
સ્ત્રોત : સરકારી યોજના ; ગુજરાત રાજ્ય