અનુસુચિત જનજાતિના ઈસમો સ્વરોજગારી મેળવી શકે. યોજના અનવયે તેઓને ટુલ કીટ/ઓજારો આપવામાં આવે છે.
અનુ.જનજાતિના ઇસમ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૪૭,૦૦૦/-અને શહેરી વિસ્તારમાં રૂ. ૬૮,૦૦૦/-
અનુ જનજાતિના લોકોને વિવિધ પ્રકારના વ્યવસાય માટે ગ્રીમકો ગાંધીનગર દ્વારા ટુલકીટ/ઓજાર આપવામાં આવે છે.
માનવ ગરિમા યોજના હેઠળ સાધન /ટુલ કીટસ સ્વરૂપેસહાય સ્વરૂપે આપવામાં આવે છે. આ યોજનાનો અમલ તા. ૧/૪/૨૦૧૨થી નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર મારફતે થાય છે.
જિલ્લાના મદદનીશ કમિશનરશ્રી/આદિજાતિ વિકાસની કચેરીમાં નિયત નમૂનામાં દસ્તાવેજી પુરાવાના સહિતની અરજી રજુ કરવાની હોય છે દસ્તાવેજના આધારે નિયમ અનુસાર મળવાપાત્ર લાભાર્થીઓને ટુલકીટસ આપવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020