অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંત સુરદાસ યોજના-વિકલાંગ પેન્શન યોજના

સંત સુરદાસ યોજના ( રાજ્ય સરકારની યોજના)

યોજનાનો ઉદ્દેશ:

તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

  • લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.
  • અરજદારની ઉંમર ૦ થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)
  • અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વ ધી જોઈએ.
  • તા.૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

(નોંધઃ- ૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPSમાં તબદીલ કરવામાં આવે છે.)

યોજનાના ફાયદા / સહાય:

માસિક રૂા. ૪૦૦/-( રાજ્ય સરકારનો ફાળો)

પ્રક્રિયા :

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નમુનામાં અરજી કરવાની હોય છે.

અમલીકરણ કરતી કચેરી /સંસ્થા

સમાજ સુરક્ષા ખાતા હસ્તક ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.

અન્ય શરતો :

છેલ્લા ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ.

વિશેષ નોંધ

  1. ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦ % કે તેથી વધુ છે.
  2. રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી.
  3. ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate