ત્રાસવાદીની જેમ ભલભલાને પીડે એનું નામ હરસ-મસા
अर्शः મસાને સંસ્કૃતમાં ‘अर्श’ કહે છે. अखित् त्रासयति ईति अर्श । અરિ એટલે દુશ્મન. જે દુશ્મન - ત્રાસવાદીની માફક પીડે છે, તેનું નામ અર્શે
મસા : ગળું, તાકવું, મુખ, નાક, કાન, આંખના પોપચા અને ચામડી પર પણ મસા થતાં હોય છે, જે ખાસ પીડાદાયક નથી. પરંતુ મળદ્વારમાં થયેલા મસા ખરેખર ખૂબ પીડા કરનારા હોય છે. તેથી મળદ્વારના મસા માટે શાસ્ત્રકારોએ ‘અર્શ’ શબ્દ પ્રયોજ્યો છે અંગ્રેજીમાં મસાને Piles કહે છે.
પ્રકાર : મસા બે પ્રકારના હોય છે. એક શુષ્ક એટલે કે તેમાંથી રક્ત સ્ત્રાવ થતો નથી. બીજા સ્ત્રાવ એટલે કે જેમાં રક્તસ્ત્રવ-બ્લિડિંગ થાય છે.
દોષો : મસામાં આમ તો ત્રણે દોષો સંકળાયેલા હોય છે, છતાં પણ શુષ્ક મસામાં વાયુજ, કફજ અને વાયુ-કફજ અને વાયુ-કફજ મસા શુષ્ક હોય છે. જ્યારે સતજ, પિત્તજ અને રક્તપિત્તજ મસા સ્ત્રાવી હોય છે.
વાયુદોષ જેમાં મુખ્ય હોય છે. તેમાં દુ:ખાવો ખૂબ હોય છે. કફદોષ જેમાં વધારે હોય તેમાં ખંજવાળ હોય છે, જ્યારે રક્ત-પિત્તના મસામાં દુ:ખાવો નહીંવત પરંતુ બળતરા અને રક્તસ્ત્રાવ વિશેષ હોય છે.
મસામાં આમ તો ત્રણે દોષો સંકળાયેલા હોય છે, છતાં પણ શુષ્ક મસામાં વાયુજ, કફજ અને વાયુ-કફજ અને વાયુ-કફજ મસા શુષ્ક હોય છે
આહાર અને જીવનશૈલી :
ખોરાક : જમવામાં હલકો ખોરાક જેમકે દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી, વેજીટેબલ સૂપ, છાશ, દૂધ, પાકા મીઠાં સીઝન પ્રમાણેનાં ફળો લેવાં.
વાલ, અડદ જેવા કઠોળ, દહીં, તળેલી ચીજ વસ્તુઓ, પૌંઆ, વાસી ખોરાક, વિરુદ્ધ આહાર (દૂધ સાથે ફળ, દૂધ સાથે દહીં કે ટામેટાં) સદંતર ત્યજવો.
જીવનશૈલી :
- દુ:ખાવામાં ઝડપથી રાહત થાય એ માટે લોહી બંધ થાય પછી ગરમ પાણીનું મોટું ટબ ભરી તેમાં બેસવું.
- તડકામાં બહુ ફરવું નહીં
- સહશયન પણ ના કરવું, તેનાથી મસામાં દુ:ખાવો વધે છે.
ઉપચારક્રમ :
- હરસ-મસામાંથી લોહી પડતું હોય તો તરત ના રોકવું, કારણ તે દુષિત રક્ત હોય છે. એ રોકાય તો બીજી સમ્સયાઓ પેદા થવાની સંભાવના વધી જાય છે. એટલે દર્દીને અશક્તિ ના લાગતી હોય તરત લોહી બંધ ના કરવું.
- આમળા ઘનવટી : એક-એક ગોળી સવારે-સાંજે સાકર સાથે લેવાથી મળદ્વારેથી ટપકતું લોહી ઝડપથી બંધ થઈ જાય છે.
- એરંડભ્રષ્ટ હરિતકી : રાત્રે સૂતી વખતે ૧ થી ૨ ચમચી એરંડભ્રષ્ટ હરિતકી ચૂર્ણ, આરોગ્યવર્ધિની બે ગોળી પાણી સાથે લેવી. આ ઔષધીમાં નાની હરડેને દિવેલમાં તળીને પાવડર કરવામાં આવે છે. હરડે અને દિવેલ બંનેના મળને બહાર ધકેલવાના ગુણ જાણીતા છે. વળી દિવેલ તો કઠણ મળને કારણે આંતરડાની દીવાલમાં પડેલા ક્ષત-ચાંદાને રુઝવવા માટેનો ગુણ ધરાવે છે.
- અભયાદિ ઘનવટી : હરડે, નાગરમોથ, અરડૂસી, કડુ, ગળો, ગરમાવાનો ગોળ વગેરે ઔષધોથી અભયાદિ ઘનવટી તૈયાર થાય છે. બે - બે ગોળી સવારે અને સાંજે પાણી સાથે લેવી. આ ઔષધથી અપક્વતત્વોનું પાચન થાય છે, રક્તવાહિનીઓમાંનો અવરોધ દૂર થતાં સોજો મટી જાય છે.
- ગુલાબી મલમ : સિદ્ધ યોગ સંગ્રહની ફોમ્યુલા અનુસાર આ ગુલાબી મલમ બને છે. પતંગ ઉડાડતી વખતે છોકરાઓ આંગળી પર રબરની કેપ પહેરે છે તે પહેરી તેનાથી ગુલાબી મલમ લઈ મળદ્વારાની અંદર તરફ તથા ચારેબાજુ લગાડવો. આ મલમ રાત્રે પણ લગાડી શકાય. અને સવારે શૌચવિધિ પહેલાં પણ લગાડવો. શૌચવિધિ પત્યા પછી પણ મલમ લગાડી દેવો.
- આનાથી દિવસ દરમિયાન દુ:ખાવામાં ઘણી રાહત રહે છે. અને સોજો ઓછો થવા માંડે છે અને મસા ધીમે ધીમે ચીમળાવા માંડે છે.
લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com