હરસ એ મળમાર્ગ ના છેવાડે આવેલી લોહીની નસો મા થતા સોજા કે લોહી ના ભરાવાથી થતા રોગ નુ નામ છે. હરસ બે પ્રકાર ના હોય છે. આંતરીક અને બાહ્ય. આંતરીક હરસ મા સંડાસ મા લોહી પડવુ એ મુખ્ય લક્ષણ હોય છે. બાહ્ય હરસ જે મસ્સા તરીકે પણ ઓળખાય છે, તેમા મળમાર્ગમા સોજો અને દુખાવો મુખ્ય લક્ષણ હોય છે.
કારણો
હરસ મસ્સા નુ મુખ્ય કારણ કબજિયાત અને અપચો હોય છે. બીજા કારણો મા લિવર ની બિમારી, અમુક દવાઓ ની આડઅસર પણ જવાબદાર હોય છે.
લક્ષણો
1) સંડાસ કરતી વખતે તાજુ લોહી પડવુ
2) મળમાર્ગ ની જગ્યાએ સોજો આવવો
3) સંડાસ કરતી વખતે દુખાવો થવો
4) લાંબાગાળાથી કબજિયાત રહેવો.
નિદાન
દર્દી ની શારિરીક તપાસ દરમ્યાન સર્જન ડોક્ટર નિદાન કરતા હોય છે. મળમાર્ગની આંગળી દ્વારા તેમજ પ્રોક્ટોસ્કોપ સાધન દ્વારા તપાસથી નિદાન થતુ હોય છે. જરુર પડ્યે નિદાન ની પુર્ણતા માટે, પેટ ની સોનોગ્રાફી, લોહી ના રીપોર્ટ, મળમાર્ગની સોનોગ્રાફી, કે મળમાર્ગની દુરબીન થી તપાસ (કોલોનોસ્કોપી) પણ કરાવવી પડતી હોય છે.
દર્દ ની ગંભીરતા
જો લામ્બા ગાળાથી લોહી પડ્યે રાખે તો દર્દી ના લોહી ના ટકા ઓછા થઈ જાય છે અને દર્દી ને લોહી પણ ચડાવવુ પડી શકે છે. સોજો વધી જાય તો હરસ બહાર આવી ને તેમા લોહી જામી જાય (થ્રોમ્બોસ્ડ પાઈલ્સ) તેવુ પણ થઈ શકે છે
સારવાર
હરસ-મસ્સાની સારવાર, તેમની સાઈઝ/ ડીગ્રી ઉપરથી સર્જન નક્કી કરતા હોય છે. પ્રારંભિક તબક્કા મા, દવાઓ, કબજિયાત માટે ના પ્રવાહી તેમજ ઇસબગુલ પાવડર થી અને લગાડવાની દવાથી સારવાર કરવામા આવે છે. જો દવા થી ફેર ના પડે તો ઓપરેશન ની સલાહ આપવામા આવે છે.હરસ ના ઓપરેશન મા નાની સાઈઝ ના હરસ માટે ક્રાયોસર્જરી, બેંડ લાઈગેશન, જેવી પદ્ધતી અપનાવાય છે. મોટી સાઈઝ ના હરસ માટે, છેકો મારી ને હરસ નુ ઓપરેશન (tradiotional haemorrhoidectomy) અથવા સ્ટેપલર મશીન થી ઓપરેશન (stapler haemorrhoidectomy) ની સલાહ અપાય છે.
ઉપરોક્ત બધા ઓપરેશનો મા એક થી બે દિવસ નુ જ હોસ્પિટલ રોકાણ થતુ હોય છે.ઓપરેશન બાદ કબજિયાત ના થવા દેવામા આવે તો રોગ ફરી થી થતો નથી.
સ્ત્રોત : નવગુજરાત હેલ્થ