લોહી માં ક્રીએટીનીન અને યુરિયાના પ્રમાણ ની તપાસ દ્વારા કિડની ની કાર્યક્ષમતા વિશે માહિતી મેળવવામાં આવે છે કિડની ની કાર્યક્ષમતા આપના શરીરની જરૂરિયાત કરતા વધુ હોવાને કારણે બને કિડની ને જો થોડું નુકશાન થયુ હોય તો લોહીના રીપોર્ટ માં કોઈ બગાડો જોવા મળતો નથી. પરંતુ રોગ ને કારણે જયારે બને કિડની ૫૦ ટકા કરતા વધુ બગડે ત્યારે જ લોહી માં ક્રીએટીનીન અને યુરિયાનું પ્રમાણ સામાન્ય કરતા વધે છે.
ના. જો કોઈ વ્યક્તિ ની બેમાંથી એક કિડની નુકશાન પામે કે કાઢી નાખવા માં આવે તોપણ બીજી કિડની પોતાની કાર્યક્ષમતામાં વધારો કરી શરીર નું કાર્ય સંપૂર્ણ રીતે રાબેતા મુજબ ચલાવી શકે છે.
એક્યુટ કિડની ફેલ્યરમાં બને કિડનીઓ કેટલાક રોગ ને કારણે નુકશાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે છે. વહેલાસરની યોગ્ય સારવાર વડે થોડા સમયમાં આ કિડની ફરીથી સંપૂર્ણપણે કામ કરતી થઇ શકે છે.
ક્રોનિક કિડની ફેલ્યરમા કેટલાક રોગો ને કારણે ધીરે ધીરે મહિના કે વર્ષો માં બને કિડની ની કાર્યક્ષમતા માં પ્રગતિશીલ ઘટાડો થઇ બને કિડની કાર્ય કરવાનું બંધ કરી દે છે.હાલ આ પ્રકાર નો રોગ મટી શકે તેવી કોઈ દવા ઉપલબ્ધ નથી. સી.કે.ડી. ના અંતિમ અને જીવલેણ તબક્કાને એન્ડ સ્ટેજ કિડની (રીનલ ) ડિસીઝ કહેવાય છે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/11/2020
કિડની ફેલ્યર વિશેં માહિતી આપેલ છે
કિડની ફેલ્યર