ક્રોનિક કિડની ફેલ્યરની સારવાર માટે અગત્યની સૂચનાઓ
- આ રોગ એલોપેથીક આર્યુવેદિક, હોમિયોપેથીક વગેરે કોઈ સારવારથી મટી શકતો નથી.
- કિડનીફેલ્યરના દર્દીઓમાં કિડની વધુ બગડતી અટકાવવા જેટલી વહેલી, નિયમિત અને યોગ્ય સારવાર, તેટલો વધુ ફાયદો.
- તબિયત સંપૂર્ણ સારી લગતી હોય તેમ છતાં નિયમિત દવા, ખોરાકમાં પરેજી, ડોક્ટર દ્વારા તપાસ અને લેબોરેટરી તપાસ કરાવવી જરૂરી છે.
- લોહીનું દબાણ નિયમિત તાપસવું અને તે હંમેશા ૧૪૦/૮૪ થી ઓછુ હોવું જોઈએ. ડાયાબીટીસ પર સારવાર દ્વારા યોગ્ય કાબુ રાખવો.
- સોજા હોય ત્યારે પ્રવાહી(પાણી, ચા, છાશવગેરે) ડોક્ટરની સલાહ મુજબ ઓછુ લેવું.
- લોહીનું દબાણ વધારે હોય(કે સોજા હોય) તેવા દર્દીઓએ હંમેશાં મીઠું(નમક) ઓછુ લેવું અને પાપડ, અથાણા વગેરે વધારે મીઠાવાળો ખોરાક ન લેવો.
- વધુ પોટેશિયમવાળો ખોરાક જેમકે નારિયેળ પાણી, ફળો તથા ફળોના રસ, સુકા મેવા વગેરે ન લેવા.
- કમળા સામે રક્ષણ મેળવવા(Hepatitis-B)ની રસી લેવી.
- ડાબા હાથની શિરા(Vein) માંથી તપાસ માટે લોહી ન લેવું. ઈન્જેકશન ન આપવા કે બાટલા ન ચડાવવા.
- લોહીમાં ક્રિએટીનીનનું પ્રમાણ વધે ત્યારે ડોક્ટરની સલાહ મુજબ એ.વી. ફિસ્ચ્યુલા કરાવવી. ફિસ્ચ્યુલા તૈયાર હોય તો હિમોડાયાલિસિસ સલામત રીતે, સરળતાથી, ઝડપથી અને ઓછા ખર્ચે થઇ શકે છે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/3/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.