આ વિડિયો મા સ્વાઇન ફ્લ્યુ થી બચવા માટે ના ઉપાયો બતાવવા મા આવેલ છે.જેનાથી તમે પોતે તેમજ તમારા પરીવાર ને પણ બચાવી શકો છો.
આખરે શું છે સ્વાઈન ફ્લૂ અને કઈ રીતે ફેલાય છે?તેના લક્ષણોના ચિન્હો તથા તેનાથી બચવા આટલું કરો
સ્વાઈન ફ્લૂ એક એવી બીમારી જેણે છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરમાં કાળો કેર વર્તાયો છે. મોટાભાગના લોકો સ્વાઈન ફ્લૂ શું છે, કઈ રીતે થાય છે, તેના લક્ષણો શું છે એ જ નથી જાણતા. આ એક પ્રકારનો ઘાતક વાયરસ છે જે ધીરે-ધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે.
આ એક પ્રકારનો સંક્રામક રોગ છે. આ રોદ એન્ફ્લૂએન્ઝા એ વાયરસને કારણે થાય છે. આ પ્રકારનો વાયરસ મોટાભાગે ભુંડમાં જોવા મળતો હોય છે જેથી આને સ્વાઈન ફ્લૂ કહેવાય છે. આજે અમે તમને સ્વાઈન ફ્લૂ સંબંધી તમામ જાણકારી અને તેનાથી બચવાના સટીક ઉપાયો પણ બચાવીશું. જો તમે પોતાને અને તમારા ઘરને આ રોગથી બચાવીને રાખવા માગતા હોવ અજમાવો અહીં જણાવેલા ઉપાય.
એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.
માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.
એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.
બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.
એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સિઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.
અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ.
સામાન્ય શરદી-ઉધરસ સિવાય ફ્લૂમાં તાવ, હાથ-પગ અને કમરમાં દુ:ખાવો, માથાનો દુ:ખાવો, થકાવટ વગેરે જેવા લક્ષણો એકદમ વધારે સ્થિતિમાં એકસાથે દેખાય છે.
સ્વાઈન ફ્લૂને સાધારણ ફ્લૂના લક્ષણોને ધ્યાનમાં રાખીને અંતર જાણવું શક્ય નથી. પરંતુ કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવવાથી જેને સ્વાઈન ફ્લૂ હોય, તો તેની શંકા વધી જાય છે.
ફ્લૂ વાયરસના સંક્રમણની શરૂઆતના તબક્કામાં આ ભ્રમ થાય છે કે, શું આ તે જ ફ્લૂ છે જે ભુંડમાં હોય છે. પરંતુ આ નવો વાયરસ છે. જેથી કરીને ભુંડના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ ફેલાતો નથી.
આના ઉપયોગથી અમુક હદ સુધી બચાવ શક્ય છે. રેસ્પિરેટર માસ્ક વધારે પ્રભાવશાળી છે. સાથે સાથે તે વધારે પ્રભાવશાળી રીતે દૂર પણ રાખે છે.
ના. સાધારણ ફ્લૂ વેક્સિંગથી સ્વાઈન ફ્લૂનો બચાવ શક્ય નથી.
હા. આસિલટેમાવિર (ટેમીફ્લૂ) નામની દવા જો લક્ષણ શરૂ થાય તેના 48 કલાકની અંદર જ શરૂ કરી દેવામાં આવે તો મદદગાર સાબિત થઈ શકે છે.
સૌજન્ય: દિવ્ય ભાસ્કર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020
સ્વાઈન ફ્લૂ નિશાનીઓ અને લક્ષણો, નિદાન,વિશિષ્ટતાઓ ...