2009નો ફલૂ રોગચાળો એ નવીન પ્રકારના H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો વૈશ્વિક ફેલાવો છે, જેનો વાતચીતની ભાષામાં “ સ્વાઈન ફલૂ ” તરીકે ઉલ્લેખ થાય છે. જો કે આ વાયરસ એપ્રિલ 2009માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણ હતું, તે ડુક્કરના માંસ કે તેની બનાવટો ખાવાથી ફેલાઈ શકતો નથી.
મોટાભાગના લોકોએ માત્ર હળવાં લક્ષણોનો અનુભવ કર્યો છે, કેટલાકે વધુ તીવ્ર લક્ષણોનો અનુભવ કર્યો છે. હળવાં લક્ષણોમાં તાવ, ગળાના સોજો, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ કે સાંધામાં દુખાવો અને ઉબકા અને ઊલ્ટી કે અતિસારનો સમાવેશ થઈ શકે. જેમનામાં આ લક્ષણો તીવ્ર માત્રામાં હોય તેમાં વધુ જોખમ હોય છે તેમાં સમાવિષ્ટ છે : અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણા સાથે, હૃદયરોગ, રોગપ્રતિરક્ષા સાથે સમાધાન સાધેલ, ન્યૂરોડેવલપમેન્ટ સ્થિતિ સાથેના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ. આ ઉપરાંત, અગાઉ ખૂબ તંદુરસ્ત વ્યકિતઓ માટે પણ ઓછી ટકાવારીમાં દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા કે તીવ્ર શ્વાસોચ્છવાસ તકલીફના લક્ષણો વિકસી શકે. આ જાતે જ શ્વસનની વધેલી તકલીફ તરીકે દેખાય છે અને ફલૂ લક્ષણોની પ્રારંભિક શરૂઆત પછી 3-6 દિવસોમાં ખાસ કરીને થાય છે.
એચવનએનવન (H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.
માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.
શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.
એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.
સ્વાઈન ફલૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને “ સૂકી ઉધરસ ” ), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનો સમાવેશ થાય છે. કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી, તથા મજ્જાતંતુવિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે. ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, મંજ્જાતંતુવિષયક વણસેલી સ્થિતિવાળાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન), અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિતઓનો સમાવેશ થાય છે. યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 70 % થી વધુ લોકો સીડીસી અહેવાલ પ્રમાણે આવી સ્થિતિ ધરાવતાં હતા.
સપ્ટેમ્બર 2009માં સીડીસી એ અહેવાલ આપ્યો કે H1N1 ફલૂ, “ સામાન્યરીતે મોસમી ફલૂથી થાય છે તે કરતાં લાંબાગાળાથી માંદા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું જણાય છે. " અત્યારસુધીમાં મૃત્યુ પામેલા બાળકો પૈકી, બે-તૃતીયાંશ અગાઉથી બાળકોમાં ચેતાતંત્રમાં વિકૃતિ હતી, જેમ કે મગજનો લકવો, સ્નાયુઓનો ખામીપૂર્ણ વિકાસ કે મંદ વિકાસ. “ મજ્જાતંતુ અને સ્નાયુની સમસ્યાવાળા બાળકોને ખાસ કરીને આવી મૂશ્કેલીઓનું ભારે જોખમ હોઇ શકે. ”
સીડીસી એ ભલામણ કરી હતી કે પ્રારંભિક રસીનો ડોઝ અગ્રિમતાવાળાં જૂથોને, જેમ કે સગર્ભા સ્ત્રીઓ, છ મહિનાના શિશુ સાથે રહેતાં લોકો અથવા તેની સંભાળ કર્તા લોકો, છ મહિનાથી ચાર વર્ષ સુધીનાં બાળકો અને આરોગ્ય સંભાળ કાર્યકરોને આપવો જોઈએ. યુ.કે.માં, એનએચએસે ભલામણ કરી હતી કે, મોસમી ફલૂ થવાનું જોખમ હોય તેવા છ મહિનાથી વધુ ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, તથા રોગ-પ્રતિકાર સાથે બાંધછોડ કરનાર પરિવારના લોકોને રસીની અગ્રતા આપવી.
શરૂઆતમાં બે ઈંજેક્ષનો જરૂરી હોવાનું વિચારાયું હતું, તેમ છતાં ચિકિત્સકીય અભ્યાસોએ દર્શાવ્યું કે નવી રસીમાં “ બે ને બદલી એક જ ડોઝ ” થી પુખ્ત વ્યકિતઓને રક્ષણ મળે છે, અને તેથી મર્યાદિત રસીનો પુરવઠો આગાહી કર્યા પ્રમાણે બે ગણા લોકોને મળશે. “ વધુ કાર્યક્ષમ રસી ” હોવાથી ખર્ચ પણ ઓછો થશે. 10 કરતાં ઓછી ઉંમરના બાળકો માટે, 21 દિવસના આંતરે બે વખત રસી આપવાની ભલામણ છે. મોસમી ફલૂ માટે હજુ અલગ રસીની જરૂર પડશે.
વિશ્વભરના આરોગ્ય અધિકારીઓને પણ ખૂબ ચિંતા થતી હતી, કારણ કે વાયરસ નવો હતો અને સહેલાઈથી બદલાઇ જતો હતો અને વધુ ઝેરી બનતો હતો, જો કે મોટાભાગના ફલૂનાં લક્ષણો હળવાં હતાં અને સારવાર વિના થોડાક દિવસો જ અસ્તિત્વમાં રહેતાં હતાં. અધિકારીઓએ સમુદાયો, ધંધાદારીઓ અને વ્યકિતઓને, શાળાઓ બંધ કરવા, માંદગી માટે મોટા પ્રમાણમાં કર્મચારીઓની ગેરહાજરી, હોસ્પિટલોમાં દર્દીઓના ઘસારા અને સંભવત: રોગચાળાના બહોળા ફેલાવાની અન્ય અસરોની શકયતા અંગે આકસ્મિક યોજના બનાવવાની વિનંતી કરી હતી.
સ્વાઈન ફલૂથી ડરવાની જરુર નથી પણ સમયસર સારવાર જીદગી બચાવિ શકે છે. સ્વાઈન ફલૂનો સામનો લોક જાગૃતિ તથા લોક ભાગીદારી થી જ શકય છે
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020
સ્વાઈન ફ્લૂ