অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અટલ પેન્શન યોજના

ભારત સરકાર દેશની આર્થિક સ્થિતિને મજબૂતની સાથે સાથે સુરક્ષિત પણ કરવા માગે છે. જે રીતે દેશના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગ માટે એક પછી એક નવી યોજનાઓ લાવી રહી છે ત્યાર બાદ વર્ષોથી ઉપેક્ષાનો ભોગ બન્યા હોવાનો અનુભવ કરનાર દેશના નાગરિકોને લાગી રહ્યું છે કે આ સરકાર દેશના ગરીબ લોકોને પણ સાથે લઈને ચાલવાવાળી સરકાર છે અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગે છે.

જો દેશના ગરીબ લોકોનો વિકાસ થશે તો દેશ આપોઆપ આગળ વધશે અને કોઈપણ વ્યક્તિની સૌથી મોટી સુરક્ષા તેની આર્થિક સુરક્ષા હોય છે અને આ જ આર્થિક સુરક્ષા બક્ષવા માટે વર્તમાન સરકારે એક નવી પેન્શન યોજનાને અમલી બનાવી છે. આ યોજના એટલે અટલ પેન્શન યોજના
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના અસંગઠિત ક્ષેત્રના લોકોને પેન્શનના ફાયદાઓનો લાભ પહોંચાડવાનો છે. યોજના આવા અસંગઠિત ક્ષેત્રના સામાન્ય લોકોને ઓછામાં ઓછી ભાગીદારીથી સામાજિક સુરક્ષાની સુવિધા પૂરી પાડે છે એટલે કે આ યોજનાનો લાભ લેનારને બીમારી, અકસ્માત કે વૃદ્ધાવસ્થામાં અન્યોનું ઓશિયાળું નહીં રહેવું પડે.

આ ઉપરાંત દેશનાં ખાનગી ક્ષેત્રોમાં કે જેમને આ પ્રકારના પેન્શનના લાભ નથી મળતા તે પણ આ યોજના થકી પેન્શન મેળવવાની દાવેદારી કરી શકે છે અને ૬૦ વર્ષની વયમર્યાદા પૂરી થતાં ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦થી માંડી ૫૦૦૦ સુધીનું પેન્શન મેળવી શકે છે. જો આ યોજનાના ભાગ બનનાર ચૂકવાતા પ્રીમિયમ અને તેની ઉંમરને ધ્યાનમાં રાખી તેને આ પેન્શનની રકમ મળશે. જો આ દરમિયાન તેનું મૃત્યુ થઈ જાય તો તેનો જીવનસાથી પણ આ પેન્શન માટે દાવો કરી શકે છે.

અટલ પેન્શન યોજનાના લાભ

  • વૃધ્ધાવસ્થા દરમ્યાન આવકની સલામતી.
  • સ્વૈચ્છિક રીતે નિવૃતસમય માટેનું રોકાણ આ યોજનાનો હેતું છે.
  • અસંગઠીત સેકટરના કામદારો માટે કેન્દ્રિત  રહેશે.
  • અમલીકરણ ૦૧-૦૬-૨૦૧૫ થી થશે.
  • લાયકાતઃ ઓછામાં ઓછી વય ૧૮ વષર્ અને મહત્તમ વય મયાર્દા ૪૦ વર્ષ રહેશે.
  • વહીવટ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (PFRDA) દ્વારા  કરાશે.

અટલ પેન્શન યોજના વૃદ્ધ થઈ રહેલા ભારતીયો માટે એક સુરક્ષાછત્રી સમાન છે. સાથે સાથે આ યોજના સમાજના નિમ્ન અને નિમ્ન મધ્યમવર્ગના લોકોમાં બચતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેનો ફાયદો દેશના ગરીબ નાગરિક સુધી પહોંચાડવાનો છે. એમાં પણ ભારત સરકારે ૩૧ ડિસેમ્બર ૨૦૧૫ સુધી આ યોજનામાં સામેલ થયેલાને ૫ વર્ષ સુધી તેને ભરવાની રકમના ૫૦ ટકા કે ૧૦૦૦ રૂ‚પિયા બન્નેમાંથી જે ઓછી હોય તે પોતે ભરવાની સવલત આપી રહી છે.

અટલ પેન્શન યોજનાનો લાભ લેનારની યોગ્યતા

અટલ પેન્શન યોજના (એપીવાય) ૧૮થી ૪૦ વર્ષ સુધીની વયના તમામ ભારતીય નાગરિકો માટે છે. આ યોજનાનો લાભ લેવા માટે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૨૦ વર્ષ સુધી સરકારે નિર્ધારિત કરેલી રકમ ભરવી પડે છે. કોઈપણ બેન્ક ખાતેદાર જે કોઈપણ પ્રકારના આવી સામાજિક સુરક્ષા યોજનાનો સદસ્ય ન હોય તે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

  • રૂ.૧૦૦૦/- થી રૂ.૫૦૦૦/- સુધીના માસિક પેન્શન માટે લાભાર્થી એ રૂ.૪૨/- થી ૨૯૧/- સુધીનો ઉંમર આધારિત  ફાળો ભરવાનો રહેશે.
  • ફાળાનું સ્તર વ્યિક્તની ઉંમર સાથે સકળાયેલ રહેશે. નાની ઉંમરમાં જોડાનાર વ્યક્તિ ઓછો ફાળો તથા મોટી ઉંમર માટે વધારે રહેશે.

આ યોજનામાં રોકાણ માટે પ્રોત્સહન આપવા ૩૧-૧૨-૨૦૧૫ પહેલાં નવું ખાતું ખોલાવનારને કેન્દ્ર સરકાર દ્વારા  ખાતેદારને દર વર્ષ  મહત્તમ રૂ.૧૦૦૦/- ની મયાર્દામાં અથવા ખાતામાં રહેલ કુલ ફાળાના ૫૦% માંથી જે ઓછુ હશે તે જમા કરાવવામાં આવશે. (૨૦૧૫-૧૬ થી ૨૦૧૯-૨૦ સુધી)વતર્માન રાષ્ટ્રીય સ્વાવલંબન યોજનાના બચતદારો આપોઆપ અટલ પેન્શન યોજનામાં તબદીલ થશે.

આ યોજનાનો લાભ લેવા માટે

ખાતેદારે ઓથોરાઈઝેશન ફોર્મ ભરી પોતાની બેંકમાં જમા કરાવવાનું હોય છે. જેમાં ખાતા નંબર, જીવનસાથી અને નોમિની (વારસદાર)નું વિવરણ લખવાનું હોય છે. આ યોજના અંતર્ગત ખાતેદારે એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે દર મહિને તેના ખાતામાં નિર્ધારિત રકમ હશે જ. જો એમ ન થયું તો તેણે દંડ આપવા પણ તૈયાર રહેવું પડશે. આ દંડ સામાન્ય છે, જેમ કે ૧૦૦ રૂ‚પિયા પર ૧ રૂ‚પિયો, ૧૦૧થી ૫૦૦ અંશદાન પર ૨ રૂ‚પિયા, ૫૦૧થી ૧૦૦૦ રૂ‚પિયા પર પાંચ રૂ‚પિયા અને ૧૦૦૧થી વધુ પર ૧૦ રૂ‚પિયા.

જો ચુકવણી ન કરાઈ તો...

૬ મહિના સુધી ચુકવણી ન કરાઈ તો ખાતેદારનું ખાતું સીલ થઈ શકે છે. ૧૨ મહિના સુધી ચુકવણી જમા ન કરાઈ તો ખાતેદારનું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. ૨૪ મહિના સુધી આ ચુકવણી ન કરનારના ખાતાને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે.

તેઓનું શું જેમનું કોઈ ખાતું જ નથી

કોઈપણ વ્યક્તિને સૌપ્રથમ બેન્કનું ખાતું ખોલાવવું પડે છે તેના માટે આધાર કાર્ડ અને કેવાયસીની જાણકારી આપવી પડે છે. તેની સાથે સાથે ‘એપીવાય’નું ફોર્મ પણ જમા કરાવવું પડે છે.

યોજનામાંથી બહાર નીકળવું હોય તો...

સામાન્ય પરિસ્થિતિમાં અટલ પેન્શન યોજનામાં ખાતેદાર અટલ પેન્શન યોજનાના ૬૦ વર્ષની ઉંમર સુધી બહાર નીકળી શકતો નથી. માત્ર કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં જ ખાતું બંધ કરી શકાય છે, જેમ કે તેના મૃત્યુ બાદ.

રાજય સ્તરીય બેંકર્સ સમિતિ - ગુજરાત

અવાર નવાર પૂછાતા પ્રશ્નો - અટલ પેન્શન યોજના

પેન્શન શું છે ? શા માટે મારે તેની જરૂર છે ?

પેન્શન લોકોને તેમના નિવૃતિકાળમાં માસિક આવક પૂરી પાડે છે.

પેન્શનની જરૂરિયાત

  • ઉમર વધવાની સાથે આવક કમાવાની ક્ષમતામાં ઘટાડો
  • નવા વિભક્ત પરિવાર બનતા - આવક ધરાવતા સભ્યોનું સ્થળાંતર
  • નિર્વાહ ખર્ચમાં વધારો
  • દીઘીયુષ્ય
  • માસિક આવકની ખાતરી વૃદ્ધાવસ્થામાં પ્રતિષ્ઠિત જીવનની ખાતરી પૂરી પાડે છે.

અટલ પેન્શન યોજના શું છે ?

અટલ પેન્શન યોજના (APY) એ ભારતના નાગરિકો માટે ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરતી પેન્શન યોજના છે. આ અટલ પેન્શન યોજના હેઠળ, ગ્રાહકોને તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને 5,000/- ગેરંટીડ માસિક પેન્શન 60 વર્ષની ઉમરે આપવામાં આવશે.

APY ના સભ્ય કોણ બની શકે ?

ભારતના કોઇ પણ નાગરિક APY યોજનામાં જોડાઇ શકે છે. યોગ્યતા માટેના માપદંડ નીચે મુજબ છે.

  1. ગ્રાહકની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  2. તેમનું બેંકમાં બચત ખાતું હોવું જોઈએ / ખોલાવવું જોઈએ.
  3. સંભવિત અરજદાર પાસે મોબાઇલ નંબર હોવો જોઈએ અને જેની વિગત બેંકમાં રજીસ્ટ્રેશન સમયે આપવાની રહેશે.
  4. જે ગ્રાહક આ યોજનામાં 1લી જૂન, 2015 થી 31મી ડિસેમ્બર, 2015 દરમ્યાન જોડાયેલ હોય અને કે જેઓ કાનૂની સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવાયેલ નથી અને ઇનકમ ટેક્સ ભરતા ના હોય, તેઓને સરકાર તરફથી પાંચ વર્ષ સુધી એટલે કે 2015-16 થી 2019-20 સુધી સહ ફાળો ઉપલબ્ધ છે.

કયાં અન્ય સામાજિક સુરક્ષા યોજનાના લાભાર્થી છે, જેમને APY હેઠળ સરકારનો સહ ફાળો મેળવવા માટે પાત્ર નથી ?

જે લાભાર્થીઓ કાનૂની સામાજિક સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે, તેઓ સરકારનો સહ ફાળો મેળવવા માટે લાયક નથી. ઉદાહરણ તરીકે, નીચે દર્શાવેલ રચનાઓ હેઠળ આવતી સામાજિક સુરક્ષા યોજનાના સભ્યો સરકારનો સહ ફાળો મેળવવા માટે પાત્ર નથી.

  1. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1952.
  2. કોલસાખાણ પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1948.
  3. આસામ ચા વાવેતર પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1955.
  4. દરિયાઈ ખેડૂ પ્રોવિડન્ટ ફંડ ધારો, 1966
  5. જમુ કાશ્મીર એમપ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ અને વિવિધ જોગવાઈ ધારો, 1961.
  6. કોઈપણ અન્ય કાનૂની સામાજિક સુરક્ષા યોજના.

APY હેઠળ કેટલું પેન્શન પ્રાપ્ત થશે ?

ગ્રાહકોને તેમના ફાળાને આધારિત ન્યૂનતમ રૂ. 1000/-, 2000/-, 3000/-, 4000/- અને 5,000/- ગેરંટીડ માસિક પેન્શન 60 વર્ષની ઉમરે આપવામાં આવશે. અટલ પેન્શન યોજના હેઠળ ન્યૂનતમ પેન્શન લાભ એ સરકાર દ્વારા ખાતરી કરેલ છે જેનો વાસ્તવિક અર્થ, જો ન્યૂનતમ ખાતરી પેન્શન માટે જરૂરી ફાળાનું વળતર અનુમાનિત કરતાં વાસ્તવિક વળતર ઓછું રહે તો, ઘટતું વળતર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે. વળી જો, પેન્શન ફાળાનું વાસ્તવિક વળતર અનુમાનિત વળતર કરતાં વધારે હશે તો, તે ગ્રાહકોના ખાતામાં જમા થશે.અને જેના કારણે ગ્રાહકોને મળતા લાભમાં વધારો થશે.

APY યોજનામાં જોડવાથી શું લાભ થાય ?

APY માં, સરકાર દ્વારા દરેક પાત્ર ગ્રાહકને, જે આ યોજનામાં 1લી જૂન, 2015 થી 31મી ડિસેમ્બર, 2015 દરમ્યાન જોડાયેલ હોય, તેને ગ્રાહકના ફાળાના 50% અથવા વાર્ષિક 1000/- રૂપિયા, જે ઓછું હશે તે, ફાળાના રૂપમાં સહયોગ કરશે. સરકાર તરફથી પાંચ વર્ષ સુધી એટલે કે 2015-16 થી 2019-20 સુધી સહ ફાળો ઉપલબ્ધ છે.

APY ના યોગદાનનું કેવી રીતે રોકાણ કરવામાં આવે છે ?

APY ના ફાળાનું રોકાણ નાણાં મંત્રાલય, ભારત સરકાર દ્વારા નક્કી કરેલ રોકાણ નીતિ મુજબ કરવામાં આવશે. આ APY યોજના PFRDA / સરકાર દ્વારા આપવામાં સંચાલિત છે.

APY ખાતું કઈ રીતે ખોલાવી શકાય ?

  1. જે બેંકમાં બચત ખાતું ધરાવતા હોય તે બેંક બ્રાન્યનો સપર્ક કરવો.
  2. APY નોંધણી ફોર્મ ભરવું.
  3. આધાર / મોબાઇલ નંબર આપવો.
  4. માસિક ફાળાના ટ્રાન્સફર માટે બેંક બચત ખાતામાં જરૂરી રકમ જમા હોય તેની ખાતરી રાખવી.

શું યોજનામાં જોડાવા માટે આધાર નંબર ફરજિયાત છે ?

APY ખાતું ખોલવા માટે આધાર નંબર ફરજિયાત નથી. જો કે, પ્રવેશ માટે, આધાર નંબર લાંબા ગાળે પેન્શન અધિકારો અને ઉમેદવારી સંબંધિત વિવાદો ટાળવા માટે તેમજ લાભાર્થીઓ, પતિ/પત્ની અને નામાંકિતની ઓળખ માટે પ્રાથમિક કેવાયસી દસ્તાવેજ રહશે.

શું હું સેવિંગસ બેંક ખાતા વગર APY ખાતું ખોલાવી શકું ?

ના, APY માં જોડાવા માટે, બેંકમાં બચત ખાતું ફરજિયાત છે.

ખાતામાં ફાળો કઈ રીતે જમા થશે ?

તમામ યોગદાન (ફાળો) ગ્રાહકના બેંક બચત ખાતામાથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા માસિક ફાળો ચૂકવાનો રહશે.

માસિક ફાળા માટે નિયત તારીખ (Due Date) કઈ રહશે ?

માસિક ફાળા માટે નિયત તારીખ APY માં જમા કરાવેલ પ્રારંભિક ફાળાની તારીખ મુજબ રહશે.

ફાળા માટે જરૂરી અથવા પૂરતી રકમ નિયત તારીખના રોજ સેવિંગસ બેંક ખાતામાં જાળવવામાં ન આવે તો શું થશે ?

નિયત તારીખે ફાળા માટે જરૂરી રકમ બચત ખાતામાં ન રાખવાથી તેને ચૂક (default) ગણવામાં આવશે. બેંકે વિલંબિત ચુકવણી થતાં નીચે દર્શાવ્યા પ્રમાણે દર મહિને ઓછામાં ઓછા 1 રૂપિયા થી 10 રૂપિયા સુધીનો વધારાનો દંડ વસૂલવાનો રહેશે.

  1. માસિક 100 રૂપિયાના ફાળા પર મહિને 1 રૂપિયાનો દંડ.
  2. માસિક 101 રૂપિયા થી 500 રૂપિયા સુધીના ફાળા પર મહિને 2 રૂપિયાનો દંડ.
  3. માસિક 501 રૂપિયા થી 1000 રૂપિયા સુધીના ફાળા પર મહિને 5 રૂપિયાનો દંડ.
  4. માસિક 1001 રૂપિયા થી વધારે ફાળા પર મહિને 10 રૂપિયાનો દંડ.

યોગદાન ફાળાની ચુકવણી બંધ થતાં નીચે મુજબની સ્થિતિ રહેશે.

  • 6 મહિના પછી ખાતાને ફ્રિજ/સ્થિર કરવામાં આવશે.
  • 12 મહિના બાદ ખાતાને નિષ્ક્રિય/deactivate કરવામાં આવશે.
  • 24 મહિના પછી ખાતાને બંધ કરવામાં આવશે.
  • ગ્રાહકે બેંક ખાતામાં જરૂરી ફાળાની રકમ ઓટો ડેબિટ માટે પૂરતી હોય તેની ખાતરી કરવી જોઈએ.
  • નિશ્ચિત દંડ / વ્યાજની રકમ ગ્રાહકના પેન્શન ભંડોળ ભાગ રૂપે રહેશે.

1000 રૂપિયાનું ખાતરીબંદ પેન્શન મેળવવા માટે, મારે APY માં કેટલું રોકાણ કરવું પડે ?

પ્રવેશ સમયે ઉંમર

ફાળાના વર્ષ

સૂચક માસિક ફાળો

18

42

42

2O

40

50

25

35

76

3O

3O

116

35

25

181

40

2O

291

બધા યોગદાન ગ્રાહકના બેંક બચત ખાતામાથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા માસિક ચૂકવાના રહેશે.

  • વિગતવાર ઉમર મુજબના ફાળો માટે જોડાણ 1 નો સંદર્ભ લો.

યોજનામાં જોડાવતા સમયે નોમિનેશન આપવું/કરવું જરૂરી છે ?

હા.. APY ખાતામાં નોમિનીની વિગતો પૂરી પાડવી ફરજિયાત છે. જયાં લાગુ પડતું હોય ત્યાં, પતિ/ પત્ની ની વિગતો ફરજિયાત છે. તેમનો આધાર નંબર પણ આપવો જરૂરી છે.

હું કેટલાં APY ખાતાં ખોલાવી શકું છું ?

ગ્રાહકના માત્ર એક APY ખાતું ખોલી શકે છે અને તે અનન્ય છે.

પેન્શન રકમ વધારવા કે ઓછી કરવા, માસિક ફાળામાં વધારો કે ઘટાડો કરવા માટે કોઇ વિકલ્પ હશે ?

ગ્રાહક ઉપલબ્ધ માસિક પેન્શન પ્રમાણે, સંચય તબક્કા દરમિયાન, પેન્શન રકમ વધારી કે ઘટાડી શકે છે. જો કે, સ્વિચિંગ વિકલ્પ એપ્રિલ મહિના દરમિયાન વર્ષે એક વાર આપવામાં આવશે.

APY કઈ રીતે છોડી શકાય ? APY માંથી કઈ રીતે બહાર નીકળી શકાય ?

  • 60 વર્ષની ઉમર પ્રાપ્તિ સમયે : 100% પેન્શન યોગદાન પૂર્ણ થયા પછી કોઈ પણ ઉમરે આ યોજના છોડી શકાય છે અને ગ્રાહકને પેન્શન ઉપલબ્ધ થશે.
  • કોઇ કારણસર ગ્રાહકના મૃત્યુ થવાના કિસ્સામાં : ગ્રાહકનું મૃત્યુ થતાં પેન્શન તેમની પતિ/પત્નીને મળશે તેમજ બંનેનું (ગ્રાહક અને પતિ/પત્ની) મૃત્યુ થતાં પેન્શન ભંડોળ તેમના નોમિનીને પરત કરવામાં આવશે.
  • 60 વર્ષની ઉમર પહેલા 60 વર્ષની ઉમર પહેલાં યોજનામાથી બહાર નીકળવાની પરવાનગી નથી, તેમ છતાં, લાભાર્થીના મૃત્યુ અથવા ટર્મિનલ રોગ જેવા અપવાદરૂપ સંજોગોમાં પરવાનગી આપવામાં આવશે.

હું કેવી રીતે મારા ફાળાની પરિસ્થિતિ જાણી શકું ?

યોગદાન ફાળાની સ્થિતિ સમયાંતરે એસએમએસ દ્વારા ગ્રાહકના રજીસ્ટર મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવશે. ગ્રાહકને ફિજિકલ ખાતાનું નિવેદન પણ પ્રાપ્ત કરાવવામાં આવશે.

શું મને ખાતામાં કરેલ વ્યવહારનું કોઈ નિવેદન મળશે ?

હા.. ગ્રાહકને એપીવાય ખાતાનું સમયાંતરે નિવેદન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જો હું મારું રહેઠાણ / શહેર બદલું તો, હું કેવી રીતે APY ખાતામાં ફાળો જમા કરાવી શકીશ ?

આવા સ્થળ ફેરફારના કિસ્સામાં પણ યોગદાન (ફાળો) ગ્રાહકના બેંક બચત ખાતામાથી ઓટો ડેબિટ સુવિધા દ્વારા કોઈ પણ ચૂક વગર ચૂકવી શકાશે.

સ્વાવલંબન યોજનામાં જોડાયેલ ગ્રાહકોનું શું થશે ?

18-40 વર્ષની વચ્ચે ઉમર ધરાવતા તમામ સ્વાવલંબન યોજનામાં રજીસ્ટર ગ્રાહકો આપોઆપ APY યોજનામાં એક વિકલ્પ સાથે સ્થળાંતર કરશે. જો કે, APY હેઠળ સરકારના પાંચ વર્ષ સહ ફાળાનો લાભ માત્ર પહેલાથી જ સ્વાવલંબન ગ્રાહક દ્વારા નક્કી થયેલ સુધી ઉપલબ્ધ બનશે. આનો અર્થ આ રીતે થશે, જો સ્વાવલંબન લાભાર્થી તરીકે સરકાર તરફથી સહ ફાળોનો લાભ 1 વર્ષ માટે મળ્યો હશે, તો પછી APY હેઠળ સરકારનો સહ ફાળો માત્ર 4 વર્ષ માટે ઉપલબ્ધ હશે અને તેજ રીતે સૂચિત કરશે. બીજા ગ્રાહકો જેની ઉમર 40 વર્ષથી વધારે હોય, તે યોજનામાંથી સામટી જમા થયેલ રકમ સાથે યોજનાની બહાર જવાનું વિકલ્પ પસંદ કરી શકેશે. 40 વર્ષથી ઉપરની ઉમર ધરાવતા ગ્રાહકો પણ 60 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખવા માટે વિકલ્પ પસંદ કરી અને પેન્શન માટે લાયક બની શકેશે.

માસિક APY ફાળો સૂચક ચાર્ટ - જોડાણ 1

પ્રવેશ સમયે

ફાળાના વર્ષ

1000 રૂપિયા

માસિક પેન્શન

2000 રૂપિયા

માસિક પેન્શન

3000 રૂપિયા

માસિક પેન્શન

4000 રૂપિયા

માસિક પેન્શન

5000 રૂપિયા

માસિક પેન્શન

18

42

42

84

126

168

210

19

41

46

92

138

183

228

2O

40

50

100

150

198

248

21

39

54

108

162

215

269

22

38

59

117

177

234

292

23

37

64

127

192

254

318

24

36

70

139

208

277

346

25

35

76

151

226

301

376

26

34

82

164

246

327

409

27

33

90

178

268

356

446

28

32

97

194

292

388

485

29

31

106

212

318

423

529

3O

3O

116

231

347

462

577

31

29

126

252

379

504

630

32

28

138

276

414

551

689

33

27

151

302

453

602

752

34

26

165

330

495

659

824

35

25

181

362

543

722

902

36

24

198

396

594

792

990

37

23

218

436

654

870

1,087

38

22

240

480

720

957

1,196

39

21

264

528

792

1,054

1,318

40

2O

291

582

873

1,164

1454

સ્ત્રોત: સાધના સાપ્તાહિક

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate